Gujarati News

Gujarati News

News of Saturday, 16th November 2019

રાહુલ વિરૂદ્ઘ ૧૦૦ કરોડ રૂપિયાના ટેકસની હેરાફેરીનો કેસ ચાલશે

રાહુલ ગાંધીની મુશ્કેલી આગામી દિવસોમાં વધી શકે છે

નવી દિલ્હી, તા. ૧૬: આઇટી ટ્રિબ્યૂનલે કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીને ઝટકો આપ્યો છે. ટ્રિબ્યૂનલે રાહુલ ગાંધીના યંગ ઇન્ડિયાને ચેરિટેબલ ટ્રસ્ટ બનાવવાની અરજીને રદ કરી દીધી છે.

ટ્રિબ્યૂનલે પોતાના આદેશમાં જણાવ્યું હતું કે આ કોઇ સામાજિક કે ચેરિટેબલ ટ્રસ્ટ નહીં પણ નાણાકીય સંગઠન છે. જેનો મતલબ એ થયો કે રાહુલ ગાંધીની વિરૂદ્ઘ હવે ૧૦૦ કરોડ રૂપિયાનો ટેકસમાં હેરાફેરીનો કેસ ફરી ખોલવામાં આવશે જેમાં રાહુલ ગાંધીની મુશ્કેલી આગામી દિવસોમાં વધી શકે છે.

આ વર્ષે જ ઓગસ્ટ મહિનામા ઇડીએ એજેએલ, કોંગ્રેસના નેતા મોતીલાલ વોરા અને હરિયાણાના પૂર્વ મુખ્ય પ્રધાન ભૂપેંદરસિંહ હુડ્ડા વિરૂદ્ઘ મની લોન્ડરિંગ મામલે તપાસમાં આરોપપત્ર દાખલ કર્યું હતું.

પીએમએલએ અંતર્ગત તપાસમાં જાણવા મળ્યું છે કે હરિયાણાના પંચકુલામાં એક પ્લોટને એજેએલને વર્ષ ૧૯૮૨માં ફાળવવામાં આવ્યો હતો, જોકે તેને એસ્ટેટ અધિકારી એચયુડીએએ ૩૦ ઓકટોબર ૧૯૯૨માં પરત લઇ લીધો હતો કેમ કે એજેએલએ ફાળવણીની શરતોનું પાલન નહોતુ કર્યું. ઇડીએ સીબીઆઇની ફરિયાદના આધારે ૨૦૧૬માં પીએમએલએ ફરિયાદ દાખલ કરી હતી.(૨૩.૪)

(9:51 am IST)