Gujarati News

Gujarati News

News of Saturday, 16th November 2019

ઇન્ડોનેશિયામાં ૭.૨ની તીવ્રતાનો ભુકંપનો આંચકો

દરિયાકાંઠાના શહેરથી ૧૪૦ કિલોમીટર દરિયાની અંદર આનું કેન્દ્ર રહ્યું હતું

જાકાર્તા, તા.૧૫ : ઇન્ડોનેશિયાના નોર્થ મુલુક વિસ્તારમાં .૨ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપનો આંચકો આવ્યો છે. ભૂકંપનું કેન્દ્ર દરિયાઈ ક્ષેત્રની અંદર હોવાનું જાણવા મળ્યું છે. દરિયાકાંઠાના શહેરથી ૧૪૦ કિલોમીટર દરિયાની અંદર આનું કેન્દ્ર રહ્યું હતું. ભૂકંપ અને સુનામી ઉપર નજર રાખનાર અમેરિકાની સુનામી વોર્નિંગ સેન્ટરના અધિકારીઓએ કહ્યું હતું કે, ભૂકંપથી કોઇ પ્રકારની વિનાશકારી સુનામીની આશંકા દેખાઈ રહી નથી. ઇન્ડોનેશિયાની હવામાન અને જળવાયુ એજન્સીના લોકોએ સાવધાનની ચેતવણી જારી કરી હતી.

(8:48 am IST)