Gujarati News

Gujarati News

News of Saturday, 16th November 2019

અમેરિકાની પાર્લામેન્ટમાં માનવ અધિકારને લગતી સુનાવણી દરમિયાન ભારતીય કોલમિસ્ટ સુનંદાવશિષ્ઠ ની સટાસટી : કાશ્મીરમાં હિંદુઓ ઉપર અત્યાચાર થયા ત્યારે માનવ અધિકાર રક્ષકો ક્યાં હતા ?

વોશિંગટન : અમેરિકાની રાજધાની વૉશિંગ્ટનમાં અમેરિકી કૉંગ્રેસમાં માનવઅધિકારને લઇને થયેલી સુનાવણી દરમિયાન ભારતીય કૉલમનિસ્ટ સુનંદા વશિષ્ઠે સટાસટી બોલાવતા કહ્યું હતું કે  “ભારતે જે રીતે પંજાબ અને પૂર્વોત્તરમાં ઉગ્રવાદને સંપૂર્ણ રીતે ખત્મ કરવામાં સફળતા મેળવી છે, તેવી રીતે હવે સમય આવી ગયો છે કે કાશ્મીરમાંથી ઉગ્રવાદને મૂળથી ખત્મ કરી દેવામાં આવે. કાશ્મીરમાં ઉગ્રવાદની સામે ભારતનાં સંઘર્ષને મજબૂત કરવાનો સમય આવી ગયો છે.”

તેમણે ઉમેર્યું હતું કે “ભારતની લોકશાહી બેજોડ છે. ભારતે લોકશાહીનાં નિયમોનું પાલન કરતા પંજાબ અને પૂર્વોત્તર રાજ્યોમાંથી ઉગ્રવાદને સફળતાપૂર્વક દૂર કર્યો છે. હવે સમય આવી ગયો છે કે ઉગ્રવાદ સામેની ભારતની લડાઈને વધારે મજબૂત કરવામાં આવે.”

(8:44 am IST)