Gujarati News

Gujarati News

News of Saturday, 16th November 2019

મોડામાં મોડા ૮.૪૫ વાગ્યે એન્ટ્રી લઇ લેવીઃ કાર્યક્રમ શાર્પ ૯ વાગ્યે શરૂ થઇ જશેઃ હોલ ફુલ થઇ ગયા પછી પાસ હશે તો પણ એન્ટ્રી નહિ મળે

આવતીકાલે શનિવારે રાતે બરાબર ૯:૦૦ કલાકે  ફરી એકવાર અકિલા ઇન્ડિયાની ત્રીજી ઇવેન્ટ મૌજે ગુજરાતમાં  સંગીત-સાહિત્યનું વાવાજોડું ફરી વળશે. મૌજે ગુજરાતની મોજ માણવા જેણે પણ ઓનલાઇન એન્ટ્રીથી ફ્રી પાસ મેળવી લીધા છે અને જે માનવંતા મહેમાનો, આમંત્રિતો છે તેમને મોડામાં મોડા ૮.૩૦થી ૮.૪૫ વાગ્યા સુધીમાં હોલમાં એન્ટ્રી મેળવી લેવા વિનંતી કરવામાં આવી છે.  અકિલા ગુજરાત, ગુજરાતી, અને ગુજરાતી ભાષાની સેવા કરવાંના નિર્દોષ ઉદેશથી આપણને આપી રહ્યું છે આપણી જ ભાષામાં આપણી ગરિમા. તો સમયસર પહોંચવાનું ચુકી ન જતાં. હોલ ફુલ થઇ ગયા પછી એન્ટ્રી પાસ હશે તો પણ પ્રવેશ મળશે નહિ તેની ખાસ નોંધ લેવી.

શું શું માણશો 'મૌજે ગુજરાત'માં?

.ભકિતમય ગુજરાત

.રમણીય ગુજરાત

.મિજાજ ગુજરાતી

.ઉત્સવ ગુજરાત

.ગોૈરવવંતા ગુજરાતી

.બોલી/સ્વાદ ગુજરાત

.ફયુઝન ગુજરાતી

(12:00 am IST)