Gujarati News

Gujarati News

News of Friday, 16th November 2018

આંધ્રપ્રદેશ બાદ પશ્ચિમ બંગાળે પણ સીબીઆઇને પ્રવેશ પર પાબંધી કરી

કોલકાતા : પશ્ચિમ બંગાળ સરકારે સીબીઆઇને રાજ્યમાં દરોડા પાડવાની અથવા તપાસ કરવા માટે અપાયેલી સામાન્ય રજામંદી પરત ખેંચી લીધી છે. રાજ્ય સચિવાલયનાં એક ઉચ્ચ અધિકારીએ માહિતી આપી હતી

 પશ્ચિમ બંગાળ સરકારનાં નિર્ણય પહેલા આંધ્રપ્રદેશ સરકારે પણ આ પગલું ઉઠાવ્યું છે. આંધ્રપ્રદેશ સરકારની જાહેરાત બાદ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આ મુદ્દે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડૂને પોતાનું સમર્થન આપ્યું. તેમણે કહ્યું કે, ચંદ્રબાબુ નાયડૂએ બિલ્કુલ યોગ્ય કર્યું. 

  ભાજપ પોતાનાં રાજનીતિક હિતો અને પ્રતિશોધ માટે સીબીઆઇ તથા અન્ય એજન્સીઓનો ઉપયોગ કરી રહી છે. પશ્ચિમ બંગાળમાં 1989માં તત્કાલીન વામ મોર્ચા સરકારે સીબીઆઇ સામાન્ય પરવાનગી આપી હતી. અધિકારીઓએ નામ જાહેર નહી કરવાની શરતે કહ્યું કે, શુક્રવારે અધિસૂચના બાદ સીબીઆિને હવે કોર્ટનાં આદેશ ઉપરાંત અન્ય કેસમાં કોઇ પણ પ્રકારની તપાસ કરવા માટે રાજ્ય સરકારની પરવાનગી લેવી પડશે. 

(1:17 am IST)