Gujarati News

Gujarati News

News of Friday, 16th November 2018

છત્તીસગઢમાં ભાજપ કે કોંગ્રેસ સાથે બેસવાના બદલે વિપક્ષમાં બેસવાનું વધુ પસંદ;માયાવતી

ભાજપ-કોંગ્રેસ માટે કહ્યું “નાગનાથ અને સાંપનાથ સાથે કદી ગઠબંધન નહી

છત્તીસગઢમાં અજીત જોગીના નેતૃત્વવાળી જનતા કોંગ્રેસ અને બસપા મળીને બહુમતિ હાંસલ કરવાના દાવા સાથે બસપા સુપ્રીમો માયાવતીએ કહ્યું કે જો એવું નહીં થાય તો અમારું ગઠબંધન ભાજપ કે કોંગ્રેસ સાથે બેસવાના બદલે વિપક્ષમાં બેસવાનું વધુ પસંદ કરશે.

 પત્રકારો સાથે વાત કરતા માયાવતીએ કહ્યું કે પુરો વિશ્વાસ છે કે છત્તીસગઢ વિધાનસભાની ચૂંટણીમાં બસપા અને જનતા કોંગ્રેસ છત્તીસગઢ(જે) ગઠબંધનને સંપૂર્ણ બહુમતિ મળશે, આવી સ્થિતિમાં કોઈ પણ અન્ય પાર્ટીનું સમર્થન લેવાની જરૂર રહેશે નહીં. ભાજપ અને કોંગ્રેસ સાથે ગઠબંધનની વાત છે તો આવી સ્થિતિમાં અમે વિપક્ષમાં બેસવાનું વધુ પસંદ કરીશું.

  અત્રે નોંધનીય છે કે જનતા કોંગ્રેસના અજીત જોગીએ કહ્યું હતું કે રાજનીતિમાં કોઈ પણ સંભાવનાથી ઈન્કાર કરી શકાતો નથી. આ નિવેદન અંગે રિએકશન આપતા માયાવતીએ કહ્યું કે ભાજપ અને કોંગ્રેસને પછાત વર્ગની કોઈ ચિંતા નથી. બન્ને પાર્ટીઓ એક જેવી છે એક નાગનાથ છે તો બીજી સાંપનાથ છે. તેમનું સમર્થન લેવાનો કોઈ પ્રશ્ન જ ઉભો થતો નથી.

(11:44 pm IST)
  • અમદાવાદ :260 કરોડ ફ્રોડનો મામલો : વિનય શાહના કોટક બેંક સહિત અનેક બેંક એકાઉન્ટ અંગે CID ને મળી માહિતી: પૂર્વ કર્મચારી પૂજા શાહની પણ CID ક્રાઈમે કરી પૂછપરછ: વિનય શાહના ઘરે સર્ચમાં દરમ્યાન લોટના ડબ્બામાં,ફર્નિચર,બેડ અને કબાટમાં સંતાડેલા હતા રૂપિયા access_time 11:13 pm IST

  • આંધ્ર પ્રદેશમાં CBI નહિ કરી શકે તપાસઃ ચંદ્રબાબુ નાયડુએ બંધ કર્યા દરવાજાઃ કેન્દ્રને સીધો પડકાર કેન્દ્રીય એજન્સીને દરોડા-તપાસ કરવાની પરવાનગી આપવા કર્યો ઇન્કાર access_time 3:41 pm IST

  • જો ઓસ્ટ્રેલિયા સ્લેજિંગ કરશે તો ભારત ઈંટનો જવાબ પથ્થરથી આપશે : આ પ્રવાસ શાંતિપૂર્ણ રહે એવી આશા ભારતીય કેપ્ટને વ્યકત કરી : કોહલી access_time 1:16 pm IST