Gujarati News

Gujarati News

News of Friday, 16th November 2018

કર્ણાટકમાં હેલ્મેટ વગર પકડાયેલ યુવકઃ સોરી સર મે મિત્રને ચાકુ માર્યુ છે

ચિકબલ્લાપુર (કર્ણાટક) માં હેલ્મેટ ન પહેરવા પર પોલીસે જયારે યુવક પાસે લાઇસન્સ માંગ્યુ તો યુવકે ખિસ્સામાંથી લોહીયાળ ચાકુ કાઢી કહ્યુ મે મારા મિત્રને ચાકુ માર્યુ છે. યુવકે કહ્યું સોરી સાહેબ હું પોલીસ સ્ટેશને શરણાગતિ માટે જઇ રહ્યો હતો. અહેવાલ પ્રમાણે  યુવકે આ હુમલો પૈસા પરત ન આપવા માટે કર્યો હતો.

(11:12 pm IST)
  • ઉપલેટા ટ્રેન હડફેટે આવી જતા અજાણ્યા વૃદ્ધનું મોત:ઉપલેટાના ડુમીયાણી ગામ અને સુપેડી ગામ વચ્ચેનો બનાવ: ૭૦ વર્ષીય આસપાસની ઉંમરના લાગતા અને ચોરણી-કડિયું પહેરેલ અજાણ્યા વૃદ્ધનું ટ્રેન અકસ્માતમાં મોત:રેલવે સ્ટાફ દ્વારા ઉપલેટા રેલવે સ્ટેશને મૃતદેહ લઈ આવ્યા બાદ PM માટે ઉપલેટા કોટેજ હોસ્પિટલ ખાતે ખસેડાયો: પોલીસ દ્વારા તપાસ ચાલુ access_time 12:21 am IST

  • ટ્રોલી સાથે સળગતું ટ્રેક્ટર ઉતારી દીધું તળાવમાં : ખેડૂતની હિંમતે અનેક ઘરો તબાહ થતાં બચાવ્યાં : 28 વર્ષના યુવાને જીવ જોખમમાં મૂકીને ગામ આખાને આગની ઝપેટમાં આવતા બચાવ્યું access_time 12:37 pm IST

  • ધોરાજી પોલીસ સ્ટેશનમાંથી આરોપી ફરાર:ભાવેશ કોડિયાતર નામનો આરોપી નાશી ગયો : પોલીસ સ્ટેશનમાં લોકઅપમાં હતો આરોપી: ટોયલેટ જવા સમયે ચકમો આપી ભાગી ગયો: 200 પેટી ગેરકાયદે દારૂના ગુનામાં આરોપી પકડાયો હતો:ધોરાજી અને જેતપુર ડિવિઝન પોલીસે શરૂ કરી તપાસ:CCTV ફૂટેજના આધારે શરૂ કરી તપાસ access_time 2:54 pm IST