Gujarati News

Gujarati News

News of Friday, 16th November 2018

LetsMD સ્ટાર્ટઅપ દ્વારા હોસ્પિટલના દર્દીઓ માટે રૂ.૨૦ લાખ સુધીની લોનની સુવિધા

આપણે ત્યાં એક કહેવત છે કે ખાટલો ક્યારેય કહીને નથી આવતો. ખાટલો એટલે હોસ્પિટલમાં રહેવું પડે તેવી બીમારી, આજની મોંઘવારીમાં જ્યાં સામાન્ય માણસ માંડ કરીને ભેગું કરતો હોય છે ત્યારે હોસ્પિટલનો ખર્ચ અચાનક આવી પડે તો વ્યક્તિ આર્થિક રીતે ભાંગી જાય છે. આવા સમયે હોસ્પિટલમાં જ તમને કોઈ વગર વ્યાજની લોન આપે તો તમને મોટી રાહમ મળી શકે છે. ખાસ હોસ્પિટલ માટેની આ લોન લેવાની સમગ્ર કામગીરી માત્ર 12 કલાકમાં પૂરી થાય છે અને હોસ્પિટલમાં બેઠા બેઠા જ તમને લોન મળી જાય છે અને તે પણ 0% વ્યાજ સાથે.

હોસ્પિટલમાં દર્દીઓને આ લોનની સગવડ આપતું એક નવું સ્ટાર્ટઅપ ઓપન થયું છે. જેનું નામ છે LetsMD આ સ્ટાર્ટઅપ ખૂબ જ સામાન્ય શરતો સાથે હોસ્પિટલમાં દાખલ દર્દીઓને લોન આપે છે. આ કંપનીના ફાઉન્ડર અને CEO નિવેશ ખંડેલવાલ છે. આ કંપની મેડિકલ ઇમર્જન્સીમાં રુ. 20 હજારથી લઈને 20 લાખ સુધીની લોન આપે છે. જોકે લોન દેવા માટે કંપની એ જ શરતો રાખે છે જે સામાન્ય બેંકની હોય છે. એટલે કે તમે કેટલી લોન ભરી શકશો તેના આધારે કંપની નક્કી કરે છે કે તમને કેટલી લોન આપવી જોઈએ. જે તમારી આવકના આધારે નક્કી થાય છે.

હાલ માર્કેટમાં બજાજ ફાઇનાન્સ જ એક એવી કંપની છે જે આ પ્રકારની લોન આપે છે. જોકે આ LetsMD પૂર્ણરુપે ફક્ત મેડિકલ લોન આપનાર કંપની છે જેના કારણે તેનો વ્યવસાય પણ ખૂબ ઝડપથી વધી રહ્યો છે. કંપનીના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં તેમણે 2000 દર્દીઓને લોન આપી છે. કંપની ચાલુ નાણાંકીય વર્ષમાં 20000 દર્દીઓને આ લોન આપવા માગે છે.

કંપનીના જણાવ્યા મુજબ લોન લેવા માટે શરતો ખૂબ જ સહેલી છે. આ માટે લોન લેનારની મંથલી સેલેરી રુ. 15000થી વધુ હોવી જોઈએ. તેમજ તેમની પાસે આધાર કાર્ડ અને પાન કાર્ડ હોવા જોઈએ. તમારે સેલેરી સ્લિપ અને બેંક સ્ટેટમેન્ટ પણ દેખાડવા પડશે. જે બાદ તમારી ક્રેડિટ હિસ્ટ્રી સારી હોય તો તમને લોન મળી શકે છે.

કંપનીના જણાવ્યા મુજબ તેઓ પૂર્ણ 0% સાથે લોન આપે છે જેનો અર્થ છે કે બીજા કોઇપણ જાતનો ચાર્જ વસૂલતા નથી. દર્દી પાસેથી તો કોઈ વ્યાજ લેવામાં નથી આવતું પરંતુ હોસ્પિટલ પાસેથી જરુર એક નિશ્ચિત કમિશન લેવામાં આવે છે. આજ કંપનીની કમાણીનું બિઝનેસ મોડેલ છે. આ બિઝનેસ મોડેલના આધારે જ નેશનલ અને ઇન્ટરનેશનલ ફંડિંગ એજન્સીઝે આ સ્ટાર્ટઅપને ફંડ આપ્યું છે.

(4:38 pm IST)
  • અમેરીકાએ સાઉદી પત્રકાર જમાલ ખાશોગીની હત્યામાં ભૂમિકા ભજવનાર ૧૭ સાઉદી અધિકારીઓ ઉપર આર્થિક પ્રતિબંધ લાઘ્યો સાઉદી અરબના પબ્લીક પ્રોશીકયુટરે આ મામલે ૫ સાઉદી અધિકારીઓને મોતની સજા આપવાની માંગણી કરી access_time 12:17 pm IST

  • બિહાર : સપના ચૌધરીના કાર્યક્રમમાં ધમાલ : ૧નું મોત : ૧૨ને ઇજા : એકબીજા પર ખુરશીઓ ફેંકવામાં આવી : પોલીસે કર્યો લાઠીચાર્જ access_time 1:39 pm IST

  • નવી દુલ્હનના સ્વાગતમાં રણવિરે સજાવ્યું પોતાનું ઘર: DeepVir રહેશે આ ડ્રીમ હોમમાં : રણવિરે પોતાની નવી દુલ્હનના સ્વાગતમાં માત્ર ઘર જ નહીં આખી સોસાયટીને શણગારી access_time 3:01 pm IST