Gujarati News

Gujarati News

News of Friday, 16th November 2018

નોટબંધી દેશનો સૌથી મોટો ભ્રષ્ટ્રાચારઃ રાહુલ ગાંધી

મધ્યપ્રદેશના સાગરમાં વિશાળ ચૂંટણી સભા સંબોધતા કોંગ્રેસ અધ્યક્ષ :કોંગ્રેસ સત્તામાં આવશે તો ૧૦ દિવસમાં ખેડૂતોના દેણા માફ કરીશું નહી તો સરકાર બદલીશું

સાગરઃ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મધ્યપ્રદેશના સાગરમાં કોંગ્રેસના ઉમેદવાર અને વર્તમાન ધારાસભ્ય હર્ષ યાદવના સમર્થનમાં જનસભાને સંબોધી હતી. રાહુલે કોંગ્રેસ સત્તામાં આવશે તો ૧૦ દિવસની અંદર ખેડૂતોના દેવા માફ કરવા અને યુવાનોને રોજગારી આપવાનો વાયદો કરેલ.

રાહુલે નોટબંધી ઉપર ચાબખા મારતા જણાવેલ કે નોટબંધી દેશનો સૌથી મોટો ભ્રષ્ટ્રાચાર છે. આ વાત આવનાર સમયમાં સાબીત પણ થઈ જશે. નોટબંધી દરમિયાન ખેડૂતો, મજુરો, માતાઓ, બહેનો લાઈનમાં ઉભા હતા પણ હિન્દુસ્તાનના ચોર મેહુલ ચોકસી- નિરવમોદી અને કોઈ અરબપતિ લાઈનમાં ન હતો.

કોંગ્રેસ અધ્યક્ષે વધુમાં જણાવેલ કે અમે ખોટા વાયદાઓ નથી કરતા. અમારી સરકાર આવશે તો અમે ૧૦ દિવસમાં ખેડૂતોનું કરજ માફ કરી દેશું અને જો એમ ન કરી શકયા તો તેને બદલવામાં આવશે. ઉપરાંત તેમણે મધ્યપ્રદેશમાં શિક્ષા અને સ્વાસ્થ્ય સેવાને સારી બનાવવા અંગે પણ જણાવ્યું હતું.

(3:49 pm IST)
  • નવી દુલ્હનના સ્વાગતમાં રણવિરે સજાવ્યું પોતાનું ઘર: DeepVir રહેશે આ ડ્રીમ હોમમાં : રણવિરે પોતાની નવી દુલ્હનના સ્વાગતમાં માત્ર ઘર જ નહીં આખી સોસાયટીને શણગારી access_time 3:01 pm IST

  • અમદાવાદ :ગુજરાતના નવા ચીફ ઇન્કમટેક્ષ કમિશ્નર બન્યા અજયદાસ મેહરોત્રા: મુખ્ય કચેરી ખાતે સંભાળ્યો ચાર્જ: 1984 બેચ ના આઇઆરએસ અધિકારી છે અજયદાસ, :સુરત અને ગુજરાતમાં અગાઉ ફરજ બજાવી ચુક્યા છે: ઇડી, ગેલ ઇન્ડિયા અને કેન્દ્ર સરકાર ના કોર્પોરેટ મંત્રાલયમાં ફરજ બજાવી ચુક્યા છે access_time 11:15 pm IST

  • જામનગરના જાણીતા ધારાશાસ્ત્રી કિરિટ જોશીની હત્યાનો મામલો:કિરીટ જોશી હત્યા કેસની તપાસ CID ક્રાઇમને સોંપાઇ:હત્યાનો મુખ્ય સુત્રધાર ભૂમાફિયા જયેશ પટેલ હજુ પણ ફરાર : જાણીતા ધારાશાસ્ત્રીની સરાજાહેર કરવામાં આવી હતી ક્રુર હત્યા:આવતીકાલથી CID ક્રાઈમની ટીમ હત્યાની શરૂ કરશે તપાસ access_time 2:56 pm IST