Gujarati News

Gujarati News

News of Friday, 16th November 2018

લડાખના ભાજપના સાંસદ થુપસ્તાન છવાંગે રાજીનામુ આપ્યું

લોકસભા અને પાર્ટીના સભ્યપદેથી રાજીનામુ :રાજકારણ છોડીને આધ્યાત્મિક જીવન જીવશે

નવી દિલ્હી :લોકસભાની લદ્દાખ બેઠક પરથી ભાજપના સાંસદ થુપસ્તાન છવાંગે ગૃહની સદસ્યતા અને પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે જમ્મુ-કાશ્મીર ભાજપના પ્રદેશ પ્રમુખ રવિન્દ્ર રૈનાએ આ જાણકારી આપી છે. રવિન્દ્ર રૈનાએ કહ્યુ છે કે આધ્યાત્મિક જીવન ગુજારવા અને આરોગ્ય સંબંધિત મુશ્કેલીઓને કારણે 71 વર્ષીય થુપસ્તાન છવાંગે લોકસભાના સભ્યપદેથી અને ભાજપમાંથી રાજીનામું આપ્યું છે.

  જમ્મુ-કાશ્મીર ભાજપના પ્રદેશ પ્રમુખ રવિન્દ્ર રૈનાએ કહ્યુ છે કે છવાંગે અંગત કારણોસર રાજીનામું આપ્યું છે. લદ્દાખના સાંસદે બુધવારે પોતાના પત્રમાં કહ્યુ છે કે આરોગ્યલક્ષી કારણોને કારણે તેમણે પાર્ટીની પ્રાથમિક સદસ્યતા છોડી છે. તેમણે સાંસદ પદ પરથી પણ રાજીનામું આપ્યું છે. થુપસ્તાન છવાંગ બે વખત લોકસભામાં સાંસદ તરીકે ચૂંટાયા છે.

   રવિન્દ્ર રૈનાએ કહ્યુ છે કે સાંસદ ગત એક વર્ષથી કહી રહ્યા હતા કે તેઓ રાજકારણ છોડવા માગે છે અને અધ્યાત્મિક જીવન જીવવા માંગે છે. મહત્વપૂર્ણ છે કે થુપ્સતાન છવાંગ 1972માં પહેલીવાર રાજકારણમાં ચર્ચામાં આવ્યા હતા.

(3:14 pm IST)
  • જો ઓસ્ટ્રેલિયા સ્લેજિંગ કરશે તો ભારત ઈંટનો જવાબ પથ્થરથી આપશે : આ પ્રવાસ શાંતિપૂર્ણ રહે એવી આશા ભારતીય કેપ્ટને વ્યકત કરી : કોહલી access_time 1:16 pm IST

  • ભાજપના ધુરંધર નેતા પુરૂષોતમ રૂપાલાનું વિવાદાસ્પદ નિવેદન : આંતરીક વિખવાદથી અમરેલીમાં ભાજપની હાર : અમરેલીમાં યોજાયેલ ભાજપ સ્નેહમિલન કાર્યક્રમમાં પુરૂષોતમ રૂપાલાએ કાર્યકરોનો ઉધળો લીધો : અમરેલીની પાંચ બેઠકો પર ભાજપની આંતરીક વિખવાદથી થયાનું જણાવ્યુ : માત્ર કામ કરવાથી મત નહિં મળતા હોવાનું અને ૧૯૯૫માં તથા ૨૦૦૧માં પાકવિમો અપાવ્યો છતાં મત નહિં મળ્યાની સ્ફોટક કબૂલાત રૂપાલાએ કરી access_time 5:43 pm IST

  • જામનગરના જાણીતા ધારાશાસ્ત્રી કિરિટ જોશીની હત્યાનો મામલો:કિરીટ જોશી હત્યા કેસની તપાસ CID ક્રાઇમને સોંપાઇ:હત્યાનો મુખ્ય સુત્રધાર ભૂમાફિયા જયેશ પટેલ હજુ પણ ફરાર : જાણીતા ધારાશાસ્ત્રીની સરાજાહેર કરવામાં આવી હતી ક્રુર હત્યા:આવતીકાલથી CID ક્રાઈમની ટીમ હત્યાની શરૂ કરશે તપાસ access_time 2:56 pm IST