Gujarati News

Gujarati News

News of Friday, 16th November 2018

૨૧ વર્ષનો ડાન્સર ત્રણ-ત્રણ ગર્લફ્રેન્ડના શોખ પૂરા કરવા ચડયો ચોરીના રવાડે!

નવી દિલ્હી તા. ૧૬ : દક્ષિણ-પૂર્વ દિલ્હીમાંથી પોલીસે એક ૨૧ વર્ષીય ડાન્સરની ધરપકડ કરી છે. ડાન્સર પર આરોપ છે કે તેણે તેની  સ્ત્રી મિત્રોના શોખ પૂરા કરવા માટે એક રીક્ષા ડ્રાઇવરને લૂંટી લીધો હતો. આરોપી યુવકની ઓળખ રોહન ગીલ ઉર્ફે સની તરીકે કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે સની દિલ્હીના ગોવિંદપુરીની નિવાસી છે.

આ બનાવ બુધવારે મોડી રાત્રે બન્યો હતો. અહીં રાહુલ નામનો એક ઓટો ડ્રાઇવર ગોવિંદપુરી ચોક ખાતે પોતાની રીક્ષામાં પૈસા ગણી રહ્યો હતો. આ દરમિયાન આરોપી સની આવ્યો હતો અને તેનું વોલેટ છીનવીને ભાગી ગયો હતો. દક્ષિણ-પૂર્વના ડેપ્યુટી કમિશ્નર ઓફ પોલીસ ચિન્મય બિસવાલે આ માહિતી આપી હતી.

રાહુલે બૂમાબૂમ કરતા ભાગી રહેલા સનીની નજીકમાં જ પેટ્રોલિંગ કરી રહેલી ટીમે ધરપકડ કરી લીધી હતી. પોલીસને સની પાસેથી રૂ. ૧૯૦૦ ભરેલું વોલેટ અને એક મોબાઇલ ફોન મળી આવ્યો હતો.  પૂછપરછ દરમિયન સનીએ પોલીસે જણાવ્યું હતું કે તેની ત્રણ ગર્લફ્રેન્ડ છે. આથી તેમના શોખ પૂરા કરવા અને સરળતાથી પૈસા મેળવવા માટે તે ચોરીના રવાડે ચડી ગયો હતો.

પોલીસના જણાવ્યા પ્રમાણે ધરપકડ કરવામાં આવેલા સનીનો ગુનાહિત ઇતિહાસ રહ્યો છે. ડિસેમ્બર ૨૦૧૭ પછી તેની ત્રણ વખત ધરપકડ કરવામાં આવી ચુકી છે.

(2:58 pm IST)
  • અમેરીકાએ સાઉદી પત્રકાર જમાલ ખાશોગીની હત્યામાં ભૂમિકા ભજવનાર ૧૭ સાઉદી અધિકારીઓ ઉપર આર્થિક પ્રતિબંધ લાઘ્યો સાઉદી અરબના પબ્લીક પ્રોશીકયુટરે આ મામલે ૫ સાઉદી અધિકારીઓને મોતની સજા આપવાની માંગણી કરી access_time 12:17 pm IST

  • અમદાવાદમાં સાંસદ પરેશ રાવલે પ્રદેશ ભાજપ પર આડકતરો કટાક્ષ કર્યો : સાંસદ પરેશ રાવલે જણાવ્યું મોદી સાહેબને દેશ સોંપી જોઈએ અને મોદી સાહેબ ગુજરાતમાં પ્રવાસ કરવો પડે તે પ્રદેશ ભાજપ માટે અયોગ્ય : પ્રદેશ ભાજપે ગુજરાતને સાચવવુ જોઈએ access_time 5:43 pm IST

  • જો ઓસ્ટ્રેલિયા સ્લેજિંગ કરશે તો ભારત ઈંટનો જવાબ પથ્થરથી આપશે : આ પ્રવાસ શાંતિપૂર્ણ રહે એવી આશા ભારતીય કેપ્ટને વ્યકત કરી : કોહલી access_time 1:16 pm IST