Gujarati News

Gujarati News

News of Friday, 16th November 2018

હિમાચલ પ્રદેશમાં નવેસરથી બરફવર્ષાઃ તાપમાન શૂન્ય ડિગ્રીથી નીચે ઊતયુંર્

શિયાળુ હિમવર્ષાનો આરંભ? : શિયાળાના આરંભ સાથે હિમાચલ પ્રદેશના જિલ્લાઓમાં હિમવર્ષા શરૂ થઇ હતી. પર્યટકોના ફેવરિટ મનાલીમાં બરફનાં ફોરાં વરસતાં સફેદ ચાદર જેવું દ્રશ્ય સર્જાયું હતું.

ઉત્તર ભારતના ઠંડા પ્રદેશોમાં શિયાળાની જમાવટ શરૂ થઇ છે. હિમાચયલ પ્રદેશના મોટા ભાગના જિલ્લાઓમાં ગઇકાલે બરફવર્ષા સાથે ઉષ્ણતામાન ઘટવાની શરૂઆત થઇ છે. કેટલાક જિલ્લાઓમાં ર.૮ ડિગ્રી સેલ્સિયસથી ૮.૮ ડિગ્રી સેલ્સિયસ વચ્ચે ઉષ્ણતામાન નોંધાયું હતંુ. લાહુલસ્પીતિમાંઉષ્ણતામાન માઇનસ ૩.૩ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. રાજયમાં અનેક ઠેકાણે હળવો વરસાદ પણ પડયો હતો. રાજય સરકારે રોહતાંગ પાસ બંધ કર્યા પછી અન્ય પ્રાંતોના પર્યટકો માટે વિશેષ ફલાઇટ્સની જોગવાઇ પણ કરવામાં આવી હતી.

(2:58 pm IST)