Gujarati News

Gujarati News

News of Friday, 16th November 2018

મધ્યપ્રદેશમાં આજે મોદી- શાહ- રાહુલ ગજવશે સભાઓ

નવીદિલ્હીઃ મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં આજે શુક્રવારે રેલીઓનો દિવસ છે. બીજેપી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા ચૂંટણી બિગુલ ફૂંકવા માટે મેદાનમાં ઉતરી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, ભાજપ અધ્યક્ષ અમિતભાઈ શાહ અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિત અનેક નેતાઓ આજે અલગ અલગ શહેરોમાં રેલીઓ કરશે.

પીએમ મોદી આજે પોતાની પહેલી રેલી છત્તીસગઢના બીકાપુરમાં કરશે. ત્યારબાદ તે મધ્યપ્રદેશના ગ્વાલિયર અને શહડોલમાં રેલીઓને સંબોધિત કરશે. જયારે, અમિતભાઈ શાહ મધ્યપ્રદેશના બુંદેલખંડમાં ચૂંટણી બિગૂલ ફૂંકશે. તેના સિવાય શાહ સાગરમાં ચૂંટણી બેઠકમાં પણ ભાગ લેશે, જયારે રાહુલ ગાંધી રેલીની શરૂઆત સાગરથી કરશે.

પીએમ મોદી પોતાના મધ્યપ્રદેશના ૫ દિવસનો પ્રવાસ આજથી શરૂ કરી રહ્યા છે. તે પહેલી રેલી શહડોલ અને ત્યારબાદ ગ્વાલિયરમાં જનસભા કરશે. જૈતપુર વિધાનસભા વિસ્તારના લાલપુરમાં તેમની સભા છે. ત્યારબાદ પીએમ રવિવારે છિંદવાડા અને ઈન્દૌરમાં સભા ગજવશે. જયારે ૨૦ નવેમ્બરે ઝાબુઆ અને વાગે રીવામાં, ૨૪ નવેમ્બરે મંદસૌર અને છતરપુરમાં જયારે ૨૫ નવેમ્બરે વિદિશા અને જબલપુરમાં જનસભા કરશે.

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ આજે સાગરના દેવરી વિધાનસભા વિસ્તારથી પોતાની સભાની શરૂઆત કરી રહ્યા છે. રાહુલ ગાંધી ૧ કોંગ્રેસ ઉમેદવાર અને વર્તમાન ધારાસભ્ય હર્ષ યાદવની સાથે રેલી કરશે. ત્યારબાદ રાહુલ સિવની જિલ્લાના બરઘાટ વિધાનસભા વિસ્તારમાં રેલી કરશે. ત્યારબાદ રાહુલ મંડલામાં રેલી કરશે. જયારે અમિતભાઈ શાહ સતત બીજા દિવસે પણ રાજયમાં રહેશે. તે બુંદેલખંડના ટીકમગઢ અને સાગરમાં સભાને સંબોધિત કરશે.

(1:44 pm IST)