Gujarati News

Gujarati News

News of Friday, 16th November 2018

ઇન્કમ ટેક્ષ કલેકશનમાં મુંબઇની નજીક દિલ્હી પહોંચ્યું: આર્થિક પાટનગર મુંબઇનો ગ્રોથ નબળો પડયો ૨૦૧૭ની સરખામણીએ એપ્રિલથી નવેમ્બર દરમ્યાન દિલ્હીના ટેક્ષ કલેકશનમાં ૪૫ ટકાનો થયો વધારો

નવીદિલ્હી, તા.૧૬: ભારતનું આર્થિક દ્રશ્ય કેવી રીતે તેજીથી બદલાય રહ્યું છેે, તેનો સંકેત અલગ-અલગ શહેરોના ઇન્કમ ટેક્ષ કલેકશનથી માલુમ પડે છે. દેશની બિઝનેસ કેોપલ મુંબઇની કુલ ઇનકમટેક્ષ રેવેન્યુમાં ૨૯ ટકા ભાગ છે. પરંતુ આ શેર સતત ઓછો થઇ રહ્યો છે. પાટનગર દિલ્હી દેશના કુલ ઇન્કમટેક્ષ કલેકશનમાં બીજા નંબર પર છે. ૨૦૧૭ની સરખામણીએ એપ્રિલથી નવેમ્બર દરમ્યાન દિલ્હીના ટેક્ષ કલેકશનમાં ૪૫ ટકાનો વધારો છે.

મુંબઇના ટેક્ષ કલેકશનમાં અંદાજે પટકાનો વધારો થયો છે. મુંબઇમાં ઇનકમ ટેક્ષની નબળી ગ્રોથનું કારણ મોટું રીફડ પણ છે. દિલ્હીના ઇન્કમ ટેક્ષ કલેકશનમાં મોટો વધારો થવાથી ઉતર ભારત ક્ષેત્રના શેરનાં વધારો થયો છે. ગયા વર્ષની સરખામણીએ દિલ્હીના ટેક્ષ કલેકશનમાં પટકાનો ઉછાળો આવ્યો છે. અને  ૧૬.૫ ટકા સુધી પહોંચી ગયો છે.

દિલ્હીનો  આ ગ્રોથ કલકતા અને ચેન્નાઇ જેવા નાના સેન્ટર્સની સરખામણીએ ખુબજ વધારે છે જે છેલ્લા સાત મહિનામાં સિંગલ ડિજિટના નજીક જ રહ્યું કે ઇનકમ ટેક્ષ ડિપાર્ટનેન્ટના એક અધિકારીએ વધુ જાણકારી આપવોનો ઇનકાર કરીને જણાવ્યું દેશભરમાં રીફેડ મામલે ડિપાર્ટમેન્ટ ખુબજ એકિટવ છે પરંતુ મુબઇમાં રીફટની વાત કરવામાં આવેતા તે ખુબજ વધુ છે.

(1:05 pm IST)