Gujarati News

Gujarati News

News of Friday, 16th November 2018

નાગરિકોની મંજૂરી વગર ચૂંટણી પંચે આધાર અને વોટર આઇડી લિંક કર્યા

નાગરિકોની પ્રાઇવેસી તેમની જાણ બહાર જ આંચકી લેવાઇ : આરટીઆઇમાં ખુલાસો

નવી દિલ્‍હી તા. ૧૬ : ચૂંટણીની પ્રક્રિયામાં રાજકીય પક્ષોને ‘સણખાં' રહેવાનો પાઠ શીખડાવતા ચૂંટણી પંચ (ઇસી)ની કામગીરીમાં જ અનેક છીંડા મળી આવ્‍યાં છે. દેશમાં લોકશાહી ઢબે ચૂંટણી યોજાય તેની જવાબદારી ધરાવતું ચૂંટણી પંચ ખુદ જ અનેક મોરચે નાગરિકોની પ્રાઇવેસીના સિદ્ધાંતોને ધોળીને પી ગઇ હોવાનું આરટીઆઇના જવાબમાં જાણવા મળ્‍યું છે. ચૂંટણી પંચે અનેક આરટીઆઇના જવાબમાં ૬૦૦ પાનાંના દસ્‍તાવેજો સુપરત કર્યા છે જેમાં મંજૂરી વગર જ આધાર અને વોટર આઇડી લિંક કરી દીધી છે. તેની કામગીરીની અનેક પદ્ધતિઓ અનેક મોરચે સિદ્ધાંતોનો ભંગ કરે છે. વિવિધ સરકારી સંસ્‍થાઓ વચ્‍ચે ડેટા-શેરિંગમાં પણ ખામી જણાઇ છે. 

હાલમાં જયારે દિલ્‍હી, આંધ્રપ્રદેશ અને તેલંગણામાં મોટાપાયે મતદારોના નામ યાદીમાંથી ગુમ થયા હોવાનું જાણવા મળ્‍યું છે ત્‍યારે જ આરટીઆઇમાંથી આવેલી આ જાણકારી તેની છબિને વધુ ખરડે તેમ છે. આરટીઆઇ દ્વારા મળેલી માહિતીમાં રાજયના ચૂંટણી કમીશનરો અને ચૂંટણી પંચ વચ્‍ચે આંતરિક સંદેશાવ્‍યવહાર વિવાદાસ્‍પદ નેશનલ ઇલેક્‍ટરોલ રોલ પ્‍યુરિફિકેશન પ્રોગ્રામ (એનઇઆરપીએપી)ને સંબંધિત છે. તે જયાં સુધી સુપ્રીમે તેમાં ઝુંકાવીને તે પ્રોગ્રામને અટકાવી દેવાનો હુકમ ન કર્યો ત્‍યાં સુધી તે માર્ચ ૨૦૧૫થી ઓગસ્‍ટ ૨૦૧૫ સુધી આ પ્રોગ્રામ ચાલ્‍યો હતો.

 એ ગાળા દરમિયાન ઇલેક્‍શન કમીશનર ઓ પી રાવતના જણાવ્‍યાનુસાર ઇસીએ માત્ર ત્રણ મહિનામાં જ નાગરિકોના આધાર નંબર સાથે ૩૨ કરોડ મતદારોના આઇડી લિંક કરી દીધા હતા. આરટીઆઇના દસ્‍તાવેજોમાં આધાર નંબરો સાથે વોટર આઇડીને લિંક કરતાં ઇસીના પ્રોગ્રામ પર પણ પ્રકાશ પાડવામાં આવ્‍યો છે. તેમાં ૨૦૧૫માં માત્ર ત્રણ મહિનાની અંદર ૩૨ કરોડ આઇડીને આધાર નંબરો સાથે કેવીરીતે જોડવામાં આવ્‍યા તેનો પણ ઉલ્લેખ છે.

 રાવતે માર્ચમાં જાહેરમાં દાવો કર્યો હતો કે ૩૨ કરોડ આઇડી અથવા ઇલેક્‍ટરલ ફોટો આઇડી કાર્ડ્‍સને આધાર સાથે જોડવામાં આવ્‍યા હતા. જોકે આવો દાવો કરવામાં તેમણે કહ્યું હતું કે હંગામી ધોરણે લિંકિંગની કામગીરી હાથ ધરાઇ હતી. પરંતુ હવે આરટીઆઇના દસ્‍તાવેજોમાં ઇસી અને આધાર જારી કરતી સંસ્‍થા યુઆઇડીએઆઇ વચ્‍ચેના સંદેશાવ્‍યવહારમાં એક પાયલોટ પ્રોજેક્‍ટની વાત બહાર આવી છે. જેમાં આધાર પર હસ્‍તાક્ષર કરનાર વયસ્‍કોના ઇપીઆઇસી નંબરો ફરજિયાત પણ એકત્ર કરવાની કામગીરી શરૂ કરાઇ હતી.

યુઆઇડીએઆઇ અને રજિસ્‍ટ્રાર જનરલ ઓફ સેન્‍સસ વચ્‍ચેના અનેક સંદેશાવ્‍યવહારના દાખલા જણાવે છે કે અનેક ડેટાબેઝ સાથે વોટર આઇડીને ફરજિયાત ધોરણે લિંક કરાયા હતા. જે નાગરિકની મંજૂરીની વાત જ રહેતી નહતી અને આવું થઇ રહ્યું છે તે તેમની જાણ બહાર રહી હતી.

(10:43 am IST)
  • ધોરાજી પોલીસ સ્ટેશનમાંથી આરોપી ફરાર:ભાવેશ કોડિયાતર નામનો આરોપી નાશી ગયો : પોલીસ સ્ટેશનમાં લોકઅપમાં હતો આરોપી: ટોયલેટ જવા સમયે ચકમો આપી ભાગી ગયો: 200 પેટી ગેરકાયદે દારૂના ગુનામાં આરોપી પકડાયો હતો:ધોરાજી અને જેતપુર ડિવિઝન પોલીસે શરૂ કરી તપાસ:CCTV ફૂટેજના આધારે શરૂ કરી તપાસ access_time 2:54 pm IST

  • હિમાચલ પ્રદેશમાં નવેસરથી બરફવર્ષાઃ તાપમાન શૂન્‍ય ડિગ્રીથી નીચે ઊતર્યું access_time 11:36 am IST

  • અમદાવાદમાં સાંસદ પરેશ રાવલે પ્રદેશ ભાજપ પર આડકતરો કટાક્ષ કર્યો : સાંસદ પરેશ રાવલે જણાવ્યું મોદી સાહેબને દેશ સોંપી જોઈએ અને મોદી સાહેબ ગુજરાતમાં પ્રવાસ કરવો પડે તે પ્રદેશ ભાજપ માટે અયોગ્ય : પ્રદેશ ભાજપે ગુજરાતને સાચવવુ જોઈએ access_time 5:43 pm IST