Gujarati News

Gujarati News

News of Friday, 16th November 2018

લિવ-ઇન પાર્ટનર પાસેથી મહિલા ભરણપોષણ ભથ્‍થુ માગી શકે છે

સુપ્રિમ કોર્ટનો મહત્‍વનો ચુકાદો

નવી દિલ્‍હી તા. ૧૬ : લિવ-ઈન રિલેશનશિપમાં રહેતી સ્ત્રી પોતાના પાર્ટનર સામે ઘરેલુ હિંસા કાયદા હેઠળ ભરણપોષણ ભથ્‍થા માટે કોર્ટના દરવાજા ખખડાવી શકે છે. સુપ્રીમ કોર્ટે લિવ-ઈન રિલેશનશિપના એક કેસમાં પોતાનો નિર્ણય લઈને કહ્યું છે કે ઘરેલુ હિંસામાં માત્ર શારીરિક, માનસિક નથી પણ આર્થિક રીતે પરેશાન કરવાના મામલામાં લિવ-ઈનમાં રહેલી મહિલા પોતાના પાર્ટનર સામે કાયદાકીય પ્રક્રિયાનો સહારો લઈ શકે છે. આ કાયદા હેઠળ ભરણપોષણ ભથ્‍થા માટે તે હકદાર છે.

અસલમાં લિવ-ઈનનો આ મામલો એક મહિલા સાથે જોડાયેલો છે, જેમાં લિવ-ઈન રિલેશનશિપથી એક દીકરાને જન્‍મ આપ્‍યો હતો. મહિલા અને તેના દીકરાને ફેમિલી કોર્ટે ૨૦૧૦માં ભરણપોષણ માટે ભત્‍થું આપવા માટે આદેશ કર્યો હતો. આ સામે મહિલાના પાર્ટનરે ઝારખંડ હાઈકોર્ટના દરવાજા ખકડાવ્‍યા હતા. હાઈકોર્ટે પોતાના ફેંસલામાં કહ્યું કે જે પરણેલી મહિલા છે, તેમને જ સીઆરપીસીની કલમ ૧૨૫ હેઠળ ભરણપોષણ ભથ્‍થું આપી શકાય છે. તેના પર મહિલાએ સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્‍યા હતા.

કોર્ટે કહ્યું કે જો આ માની પણ લેવામાં આવે તો મહિલા પરણિત નથી, તો પણ ઘરેલુ હિંસા કાયદા હેઠળ મહિલા ભથ્‍થા માટે હકદાર છે. કારણ કે તે પરણિત છે. એવામાં સીઆરપીસી કલમ ૧૨૫ હેઠળ ભરણપોષણ ભથ્‍થુ માગી શકે છે. ઘરેલુ હિંસામાં આર્થિક પરેશાનીનો પણ સમાવેશ થાય છે. જો કોઈને આર્થિક સ્ત્રોતથી વંચિત કરવામાં આવે છે, તો તે આ ક્ષેત્રમાં આવે છે.

(10:47 am IST)