Gujarati News

Gujarati News

News of Friday, 16th November 2018

ત્રણ ત્રણ ગર્લફ્રેન્ડના શોખ પુરા કરવા ડાન્સર યુવાન ચોરીના રવાડે ચડ્યો :દિલ્હી પોલીસે ઝડપી લીધો

છેલ્લા એક વર્ષમાં ચાર વખત ધરપકડ: પાર્ટટાઈમ ચોરી કર્યાની કબૂલાત

નવી દિલ્હી :ગર્લફ્રેન્ડનાં શોખ પુરા કરવા માટે ચોરી કરતો એક યુવાન ઝડપાયો છે દિલ્હી પોલીસે 21 વર્ષનાં એક એવા છોકરાની ધરપકડ કરી છે કે જે વ્યવસાયથી ડાન્સર છે પણ કામ ચોરીનું કરે છે. પૂછપરછમાં તેણે કહ્યું કે ત્રણ ગર્લ્સફ્રેન્ડ્સ માટે તે પાર્ટટાઇમ ચોરી કરે છે

 . દક્ષિણ પૂર્વી દિલ્હીના ડીસીપી ચિન્મ્ય બસવાલના આધારે ધરપકડ કરાયેલા આરોપીનું નામ રોહન ગિલ ઉર્ફે સની છે. જ્યારે તે ગોવિંદપુરી વિસ્તારમાંથી એક ઓટો ડ્રાઇવરનો મોબાઇલ અને પર્સ ચોરીને ભાગી રહ્યો હતો ત્યારે બાઈક પર સવાર એક પોલીસ કર્મચારીએ તેને પકડ્યો. આરોપીની ચોરી કરવાનાં આરોપમાં 1 વર્ષમાં 4 વાર ધરપકડ થઈ ગઈ છે. છતાં પણ તેણે ચોરી કરવાનું કામ ચાલુ રાખ્યું. હતું

 પોલિસનાં કહેવા પ્રમાણે રોહનનાં ચોરીનાં 12 કિસ્સા સામે આવ્યા છે. ભણી લીધા પછી તે ડાન્સ શિખ્યો હતો અને ગોવિંદપૂરીમાં જ લગ્ન પ્રસંગે ડાંસ કરતો. પરંતુ જોતજોતમાં તેને નશો થઈ ગયો. અને આરોપીએ જણાવ્યું કે 3 ગરેલફ્રેન્ડ્સને મોજ-મસ્તી કરાવવાનાં ચક્કરમાં તે પાર્ટટાઈમ ચોરી કરતો હતો.

(12:12 pm IST)