Gujarati News

Gujarati News

News of Friday, 16th November 2018

ઇન્ડિયન અમેરિકન કેબ ડ્રાઇવર ગગનદીપ સિંઘના હત્યારા તરીકે વોશીંગ્ટનનો ૨૧ વર્ષીય યુવાન ગૂનેગાર સાબિતઃ ઓગ.૨૦૧૭માં ચાકુ મારી હત્યા કરી હતીઃ ૩ જાન્યુ.૨૦૧૯ના રોજ સજા સંભળાવાશે

વોશીંગ્ટનઃ યુ.એસ.માં ૨૦૧૭ની સાલમાં ઇન્ડિયન અમેરિકન કેબ ડ્રાઇવર ગગનદીપ સિંઘની હત્યાના આરોપી વોશીંગ્ટનના ૨૧ વર્ષીય યુવાન જેકોબ કોર્બનને કોર્ટએ કસૂરવાન ગણતો ચૂકાદો આપ્યો છે. તેણે ઓગ.૨૦૧૭માં ગગનદીપ સિંઘની ચાકુ મારી હત્યા કરતા તેનું સ્થળ ઉપર જ કરૃણ મોત થયું હતું.

ફર્સ્ટ ડીગ્રી મર્ડરના આરોપી યુવાનને ૩ જાન્યુ.૨૦૧૯ના રોજ સજા સંભળાવાશે. તેવું તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(9:55 am IST)