Gujarati News

Gujarati News

News of Friday, 16th November 2018

અમેરિકામાં યોજાયેલી મધ્યસત્રીય ચૂંટણીઓમાં વધુ 3 ઇન્ડિયન અમેરિકન ઉમેદવારો વિજેતા ઘોષિત : સુશ્રી મોના દાસ,શ્રી સિમ ગિલ,તથા શ્રી કે.પી.જ્યોર્જના ગળે વિજયની વરમાળા

 

વોશિંગટન : અમેરિકામાં 6 નવે.ના રોજ યોજાયેલી મધ્યસત્રીય ચૂંટણીઓમાં વધુ 3 ઇન્ડિયન અમેરિકન ઉમેદવારો વિજેતા ઘોષિત થયા છે.જેઓના પરિણામો હવે જાહેર થયા છે. 3 વિજેતા ઉમેદવારોમાં સુશ્રી મોના દાસ વૉશિન્ગટનના 47 માં લેજીસલેટિવ ડિસ્ટ્રીક્ટમાંથી સ્ટેટ સેનેટ સીટ ઉપર ચૂંટાઈ આવેલા જાહેર થયા છે.તેમને 50.5 ટકા એટલેકે 27303 મતો મળ્યા છે.જયારે તેમના રિપબ્લિકન પ્રતિસ્પર્ધીને 49.5 ટકા એટલેકે 26755 મતો મળતા સુશ્રી મોના 548 મતોથી વિજેતા થયા છે.

 તે રીતે ઉતાહમાંથી સોલ્ટ લેક કાઉન્ટી ડીસ્ટ્રીકટ એટર્ની તરીકે શ્રી સિમ ગિલ ફરી વખત ચૂંટાઈ આવ્યા છે.તેમને 56.4 ટકા એટલેકે 187148 મતો મળ્યા છે.જયારે તેમના પ્રતિસ્પર્ધી રિપબ્લિકન ને 43.6 ટકા એટલેકે 144718 મતો મળ્યા છે. ઉપરાંત ટેક્સાસ ફોર્ટ બેન્ડ કાઉન્ટીમાં સૌપ્રથમ સાઉથ એશિયન  કાઉન્ટી જજ બનવાનું માન કે.પી.જ્યોર્જના ફાળે ગયું છે.તેમણે 15 વર્ષથી ચૂંટાઈ આવતા રિપબ્લિકન ઉમેદવારને પરાસ્ત કર્યા છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(6:39 pm IST)
  • મુસ્લિમો પર અત્યાચાર મામલે ચીનને ઘેરવા ૧૫ દેશોના રાજદૂતોની યોજના : કેનેડાની આગેવાનીમાં ચીનમાં ૧૫ દેશોના દૂતાવાસોએ ૧૦ લાખથી વધુ મુસ્લિમોને અટકાયતમાં રાખવા મામલે સરકારને પત્ર મોકલવાની યોજના ઘડી, શિનજિયાંગમાં ઉઈઘર મુસ્લિમો પર થતાં અત્યાચારના સંયુકત રાષ્ટ્રના અહેવાલ બાદ વિવિધ દેશોના રાજદૂતો ચીનથી ખફા access_time 3:18 pm IST

  • આયકર તૂટી પડ્યું: ગુજરાતમાં આવકવેરાએ દિપક નાઈટ્રેટ લી. ઉપર સર્વેનો ધમધમાટ ચાલુ કર્યો છે access_time 12:53 am IST

  • અમદાવાદ :ગુજરાતના નવા ચીફ ઇન્કમટેક્ષ કમિશ્નર બન્યા અજયદાસ મેહરોત્રા: મુખ્ય કચેરી ખાતે સંભાળ્યો ચાર્જ: 1984 બેચ ના આઇઆરએસ અધિકારી છે અજયદાસ, :સુરત અને ગુજરાતમાં અગાઉ ફરજ બજાવી ચુક્યા છે: ઇડી, ગેલ ઇન્ડિયા અને કેન્દ્ર સરકાર ના કોર્પોરેટ મંત્રાલયમાં ફરજ બજાવી ચુક્યા છે access_time 11:15 pm IST