Gujarati News

Gujarati News

News of Monday, 16th October 2023

પોપ ફ્રાન્સિસે ફરી એકવાર ઇઝરાયેલના બંધકોને મુક્ત કરવાની અપીલ કરી

દક્ષિણ ઇઝરાયેલ પર હમાસના ઘાતક હુમલા પછી પોપે ઇઝરાયેલી બંધકોને મુક્ત કરવાની હાકલનો પુનરોચ્ચાર કર્યો

નવી દિલ્હી :પોપ ફ્રાન્સિસે રવિવારે ફરી એકવાર ગાઝામાં હમાસના આતંકવાદીઓ દ્વારા બંધક બનાવેલા ઈઝરાયેલના નાગરિકોને મુક્ત કરવાની અપીલ કરી છે. તેમણે ગાઝામાં મુશ્કેલીમાં ફસાયેલા લોકોને મદદ કરવા પણ વિનંતી કરી હતી. "હું ઇઝરાયેલ અને પેલેસ્ટાઇનમાં શું થઈ રહ્યું છે તેના વિશે જાણું છું," તેમણે સેન્ટ પીટર સ્ક્વેરમાં રવિવારની પ્રાર્થના દરમિયાન કહ્યું. હું ઘણા લોકો, ખાસ કરીને નાના બાળકો અને વૃદ્ધો વિશે વિચારી રહ્યો છું. ગયા અઠવાડિયે દક્ષિણ ઇઝરાયેલ પર હમાસના ઘાતક હુમલા પછી પોપે ઇઝરાયેલી બંધકોને મુક્ત કરવાની હાકલનો પુનરોચ્ચાર કર્યો છે

 

(11:10 pm IST)