Gujarati News

Gujarati News

News of Saturday, 16th October 2021

કેનેડાના ઉત્તરી ક્ષેત્રમાં ઇકાલુઇટ શહેરમાં પાણીની જગ્યાએ નીકળી રહ્યું છે તેલ, ઇમરજન્સી લાગુ : પાણી પીવાની મનાઈ!

લોકોને પીવાનું પાણી અને રસોઈ માટે પાણીનો ઉપયોગ બંધ કરવા કહેવાયું :ગરમ કર્યા બાદ પણ પાણી સુરક્ષિત નથી :લોકોને પ્રશાસન તરફથી અલગથી પાણીની ફાળવણી

ટોરન્ટો : કેનેડાના ઉત્તરી ક્ષેત્રમાં ઇકાલુઇટ શહેરના પાણીના સપ્લાયમાં ઇંધણનું પ્રમાણ જોવા મળી રહ્યું છે. તે ઘણા વધારે લેવલ પર પહોંચી ચૂક્યું છે. લેબ ટેસ્ટિંગના ચોંકાવનારા પરિણામો બાદ સિટી ઓથોરિટીએ તેનો ખુલાસો કર્યો છે. સાથે મંગળવાર રાતથી શહેરમાં ઇમરજન્સીની જાહેરાત પણ કરી દેવામાં આવી છે. લોકોને પ્રશાસન તરફથી અલગથી પાણીની ફાળવણી કરવામાં આવી રહી છે. જેમાં લોકો લાઇનમાં ઊભીને પોતાની જરૂરિયાત પ્રમાણે પાણી ભરી રહ્યા છે.

શહેરના મુખ્ય વહિવટી અધિકારી એમી અલ્ગર્સ્માએ કહ્યું કે, શહેરના પાણીના ટેંકોમાંથી એકનું ટેસ્ટિંગ થયું જેમાં ફ્યૂલ કમ્પોનેન્ટની માત્રા વધારે જોવા મળી. તે શક્ય છે કે ડિઝલ યા તો માટીનું તેલ (ફ્યુલ) હતું. કેનેડાના સૌથી ઉત્તરી ક્ષેત્ર નુનાવુટની રાજધાની ઇકાલુઇટના રહેવાસીઓએ અઠવાડિયાના અંતે પાણીમાં ઇંધણની દુર્ગંધ આવતી હોવાની જાણકારી આપી હતી. જોકે, હજુ સુધી આ ફ્યુલ ક્યાંથી આવી રહ્યું છે તેના સ્ત્રોતની ભાળ મળી નથી.

શહેરમાં મંગળવારની રાત્રિથી ઇમરજન્સિની ઘોષણા કરવામાં આવી છે. લોકોને પીવાનું પાણી અને રસોઈ માટે પાણીનો ઉપયોગ બંધ કરવા માટે કહેવામાં આવ્યું છે. ઑથોરિટીએ જણાવ્યું હતું કે, ગરમ કર્યા બાદ પણ પાણી સુરક્ષિત નથી.
અધિકારીઓને શંકા છે કે પાણીમાં આ ઈંધણ માટી અથવા તો ભુગર્ભ જળની ગંદકી હોઈ શકે છે. આગળની તપાસ કરવા માટે ટેંકમાંથી પાણી ખાલી કરવામાં આવી રહ્યું છે. આ વચ્ચે, ટેંકની ચારે તરફ પાણી મોકલવામાં આવશે. અધિકારીએ કહ્યું હતું ઇકાલુઇટના લગભગ સાત હજાર રહેવાસીઓને સિટી ઑથોરિટી પાસેથી આદેશ મળશે કે તેમને ક્યારે પાઇપ ફ્લશ કરવું.
નુનાવુટના મુખ્ય તબીબી અધિકારી ડૉ. માઇકલ પેટરસને જણાવ્યું કે, હજુ આપણી પાસે જે પુરાવા છે તે સંકેત આપે છે કે, લાંબા ગાળા માટે, પાણી પીવા માટે હજુ જોખમ નથી. માટે એ ચિંતાનો વિષય નથી. તેમણે કહ્યું કે, કાર્સિનોજેનિક રસાયણોને પુરાવા નથી મળ્યા જેને લઈને અધિકારી ચિંતામાં હતા, પરંતુ બેંજીન અને ટોલ્યૂન બંને ફ્યુલમાં મળે છે.
કેનેડા પાસે દુનિયાનો પાણીનો 20 ટકા ભાગ છે. દેશભરમાં 45 સ્વદેશી કમ્યુનિટીને પાણીને ગરમ કરીને ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે. લિબરલ પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રૂડો માટે પાણી એક વિવાદાસ્પદ મુદ્દો છે. તે પાણીને ગરમ કરવાની સલાહને બંધ કરવાના વાયદા સાથે સત્તામાં આવ્યા છે.

(10:58 pm IST)