Gujarati News

Gujarati News

News of Saturday, 16th October 2021

નેપાળની મુકિતધામની ભૂમિ માનસપૂજા અને રામકથાની ભુમીઃ પૂ. મોરારીબાપુ

''માનસ મુકિતનાથ'' ઓનલાઇન શ્રીરામકથાનો વિરામઃ વહેલી સવારે પ્રથમ વખત કથાનું રસપાન

રાજકોટ તા. ૧૬ : ''નેપાળની મૂકિતધામની ભૂમિ માનસપૂજા અને રામકથાની ભૂમિ છે'' તેમ પૂ. મોરારીબાપુએ નેપાળના મૂકિતધામ ખાતે આયોજીત ''માનસ મુકિતનાથ'' ઓનલાઇન શ્રીરામકથાના કાલે નવમાં દિવસે જણાવ્યું હતું કથાના વિરામના દિવસે કાલે પ્રથમ વખત સવારે ૬ વાગ્યે શ્રીરામકથા શરૂ થઇ હતી.

પૂ.મોરારીબાપુએ વધુમાં જણાવ્યું કે રૂપ પણ મુકિતદાતા છે. ધામ પણ મૂકિતદાયક છે. અરે કથા ન ગાય, ન સાંભળે, ન કથા કરે-કરાવે, માત્ર અનુમોદન આપે તો પણ મુકિતદાતા છે. પ્રવચનથી કે બહુશ્રૃત થવાથી પણ પરમાત્મા નથી મળતો, ભાષણ જે ૮૦ ટકા જુઠ પર હોય, વ્યાખ્યાનોમાં પણ ઠીક, આખ્યાનોમાં પણ ભગવદ્ કથા ગવાય છે પણ કથા જુદો જ વિસ્તાર છે. કથાકારોએ ખુબ સહ્યું છે. મહાદેવે કથાનો પક્ષ લીધો છે. કથા અન્મા, અલખ, અનુપમ છે. મા કૌશલ્યા કથાકાર છે. રામ સ્વયં કથાકાર છે. ભરત, હનુમાન પણ કથાકાર છે.બ્રહ્મા જયારે થાકી જાય છે ત્યારે કોણ થાક ઉતારેછે.?

રામકથા વેદોનો પણ સાર છે. રામકથા ન હોત તો હું, તમે, આપણે અનાથ હોત, આપણા જેવા અનાથને સનાથ કરે છે. કયારેક વિશ્વનાથ, રઘુનાથ કે યદુનાથ આપણને સનાથ કરે છે. ચાર આંતરીક શિખરો નિર્માણ કરે છે. ધ્યાન, જ્ઞાન, જપ, પુજા, ધ્યાનનું ફળ છે સુખ ભુશુંડિ પીપળાના વૃક્ષ નીચે ધ્યાન કરેે છે. પાકર વૃક્ષ નીચે જપયજ્ઞ કરે છે. કર્મકાંડના રૂપે  જપયજ્ઞથી સિધ્ધિ મળે, પ્રેમથી જપ કરે તો કૃષ્ણ મળે ત્રીજા શિખર પર આંબાનું ઝાડ છે. આમ મતલબ કોઇપણ-ખાસ નહી, કોઇપણ માનસીક પુજા એ રસ આપે છે.

(4:11 pm IST)