Gujarati News

Gujarati News

News of Saturday, 16th October 2021

છેલ્લા એક મહિનામાં ૭.પ લાખ નવા કેસ

અમેરિકામાં કોરોના સંક્રમિત બાળકોનો આંકડો ૬૦ લાખને પાર

વોશીંગ્ટન :  દુનિયામાં કોરોના સંક્રમણના કેસ પહેલાની સરખામણીમાં ભલે ઘટ્યા હોય પણ હજુ પણ કોરોનાનું જોખમ ટળ્યું નથી. ત્રીજી લહેરના ભય વચ્ચે વૈશ્વિક સ્તરે ચિંતાજનક સંકેતો મળી રહ્યા છે. અમેરિકા અને રશિયામાં હજુ પણ કોરોના કેસ ઓછા નથી થતા અહીં મૃતકોનો આંકડો હજુ પણ ચિંતાજનક છે. આ સાથે જ અમેરિકામાં કોરોના સંક્રમિત બાળકોની સંખ્યા ૬૦ લાખ ઉપર પહોંચી ગઇ છે.

સમાચાર એજન્સી સિંહુઆએ અમેરિકન એકેડેમી ઓફ પીડીયાટ્રીકસના હવાલાથી જણાવાયું છે કે કોરોના મહામારી થયા પછીથી ૭ ઓકટોબર સુધીમાં ૬૦.૦૪ લાખથી વધારે બાળકો કોરોના સંક્રમણની ઝપટમાં આવી ગયા છે. છેલ્લા ચાર સપ્તાહમાં અમેરિકામાં બાળકોમાં સંક્રમણના ૭,પ૦,૦૦૦ થી વધારે કેસ આવ્યા છે. રિપોર્ટમાં કહેવાયું છે. બે સપ્તાહમાં (ર૩ સપ્ટેમ્બરે થી ૭ ઓકટોબર) દરમ્યાન દેશમાં બાળકોને કોરોના કેસની સંખ્યામાં ૬ ટકા વધારો થયો છે. જે ચિંતાજનક છે.

(2:57 pm IST)