Gujarati News

Gujarati News

News of Saturday, 16th October 2021

' અઝાદીકા અમૃત મહોત્સવ " : લોકોને કાયદાકીય જાણકારી આપવા લડાખમાં યોજાઈ બાઈક રેલી : સુપ્રીમ કોર્ટ જસ્ટિસ યુ.યુ.લલિતે આપી લીલી ઝંડી

લડાખ : ' અઝાદીકા અમૃત મહોત્સવ " ની ઉજવણીના ભાગરૂપે લોકોને કાયદાકીય જાણકારી આપવા એટલેકે લીગલ અવેરનેસ ના હેતુ સાથે લડાખ બાઈક રેલીનું આયોજન કરાયું હતું. જેને સુપ્રીમ કોર્ટ જસ્ટિસ યુયુ લલિત, કે જેઓ નેશનલ લીગલ સર્વિસીસ ઓથોરિટી (NALSA) ના એક્ઝિક્યુટિવ ચેરપર્સન પણ છે, તેમણે શુક્રવારે લડાખમાં "રાઈડ ફોર લીગલ અવેરનેસ" બાઇક રેલીને લીલી ઝંડી આપી હતી.

સમગ્ર ભારત જાગૃતિના ભાગરૂપે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું . જે લદાખ કાનૂની સેવા સત્તામંડળ (LLSA) અને કાયદાકીય જાગૃતિ માટે જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ (DLSA) કારગિલ અને લદ્દાખ સાહસિક રમતોના સહયોગથી NALSA ના નેજા હેઠળ.આયોજિત કરાયું હતું .

જે પ્રસંગે એલએલએસએના એક્ઝિક્યુટિવ ચેરમેન જસ્ટિસ ડીએસ ઠાકુર, હાઇકોર્ટ લીગલ સર્વિસીઝ કમિટીના ચેરમેન, જસ્ટિસ તાશી રાબસ્તાન, એનએલએસએના સભ્ય સચિવ અશોક જૈન, ડાયરેક્ટર એનએલએસએના પુનીત સેહગલ, એલએલએસએના મેમ્બર સેક્રેટરી એમ કે શર્મા, અધિકારીઓ ઉપરાંત ઉપસ્થિત રહ્યા હતા.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(1:25 pm IST)