Gujarati News

Gujarati News

News of Saturday, 16th October 2021

મુકેશ અંબાણીને ઝટકો : વિશ્વના સૌથી વધુ 10 ધનિકોની યાદીમાંથી બહાર : સંપત્તિમાં 30.2 મિલિયન ડોલરનો ઘટાડો થતા 11 મા ક્રમે ધકેલાયા : ગૌતમ અદાણી 13 મા તથા અઝીમ પ્રેમજી 33 મા ક્રમે

યુ.એસ. : વિશ્વના સૌથી વધુ 10 ધનિકોની યાદીમાંથી મુકેશ અંબાણી બહાર આવી ગયા છે. તેમની સંપત્તિમાં 30.2 મિલિયન ડોલરનો ઘટાડો થતા તેઓ 102 બિલિયન ડોલરની સંપત્તિ સાથે 11 મા ક્રમે ધકેલાઈ ગયા છે. ઉપરાંત ભારતના ઉદ્યોગપતિ ગૌતમ અદાણી 77.7 બિલિયન ડોલરની સંપત્તિ સાથે 13 મા તથા અઝીમ પ્રેમજીએ  40.5 બિલિયન ડોલરની સંપત્તિ સાથે 33 મા ક્રમે સ્થાન મેળવ્યું છે..શિવ નાદર 30.7 બિલિયન ડોલર તથા રાધાકિશન દામાણી 27.8 બિલિયન ડોલરની સંપત્તિ સાથે અનુક્રમે 46 તથા 55 મા સ્થાને છે.

સામે પક્ષે દુનિયાના સૌથી વધુ શ્રીમંત એલન મસ્ક 236 બિલિયન ડોલર સાથે પ્રથમ ક્રમે તથા બીજા નંબરે 197 બિલિયન ડોલર સાથે જેફ બેજોસ બીજા ક્રમે છે.તેવું એચ.ટી.એચ.દ્વારા જાણવા મળે છે.

(1:19 pm IST)