Gujarati News

Gujarati News

News of Saturday, 16th October 2021

હવે સિનેમાઘરોમાં મોટા પડદા પર વર્લ્ડ કપનો આનંદ માણી શકાશે

વર્લ્ડકપના મેચો નવી દિલ્હી, મુંબઈ, પુણે અને અમદાવાદ સહિત 35 થી વધુ શહેરોમાં 75 થી વધુ સિનેમાઘરોમાં દર્શાવવામાં આવશે

નવી દિલ્હી : ટી 20 વર્લ્ડ કપ 2021 પહેલા ક્રિકેટ ચાહકો માટે સારા સમાચાર છે. હવે તેઓ સિનેમાઘરોમાં મોટા પડદા પર વર્લ્ડ કપનો આનંદ માણી શકશે. ટી 20 વર્લ્ડ કપ 17 ઓક્ટોબરથી 14 નવેમ્બર દરમિયાન યુએઈ અને ઓમાનમાં યોજાશે.

આ મેચ નવી દિલ્હી, મુંબઈ, પુણે અને અમદાવાદ સહિત 35 થી વધુ શહેરોમાં 75 થી વધુ સિનેમાઘરો માં દર્શાવવામાં આવશે. કેપ્ટન વિરાટ કોહલીના નેતૃત્વવાળી ભારતીય ટીમ 24 ઓક્ટોબરે પાકિસ્તાન સામે તેની પ્રથમ મેચ રમશે.

મલ્ટિપ્લેક્સ ચેન પીવીઆર) સિનેમાએ કહ્યું કે, તેને આઈસીસી મેન્સ ટી 20 વર્લ્ડ કપ 2021 દરમિયાન ક્રિકેટ મેચોની લાઈવ સ્ક્રીનિંગના રાઈર્ટસ મળ્યા છે. પીવીઆરે કહ્યું કે, તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) સાથે તમામ ભારતીય મેચોની લાઇવ સ્ક્રીનીંગ માટે કરાર કર્યો છે, જેમાં આઇસીસી મેન્સ ટી 20 વર્લ્ડ કપ 2021 ની સેમીફાઇનલ અને ફાઇનલનો સમાવેશ થાય છે. આ મેચ નવી દિલ્હી, મુંબઈ, પુણે અને અમદાવાદ સહિત 35 થી વધુ શહેરોમાં 75 થી વધુ સિનેમાઘરોમાં દર્શાવવામાં આવશે.

(1:17 pm IST)