Gujarati News

Gujarati News

News of Saturday, 16th October 2021

અરબી સમુદ્રમાં નવી સિસ્ટમ : કાલે દાહોદ,છોટાઉદેપુર અને નર્મદા જિલ્લામાં અમુક સ્થળોએ વરસાદની શક્યતા

અરબી સમુદ્રમાં સાઉથ ઈસ્ટ દિશામાં બીજું એક લો પ્રેશર ઊભું થયું

અમદાવાદ : બંગાળની ખાડીમાં સર્જાયેલું લો પ્રેશર નોર્થ આંધ્રપ્રદેશ અને સાઉથ ઓડિસા તરફ આગળ વધી રહ્યું છે અને તેની અસરના ભાગરૂપે દક્ષિણ ભારતના કેરલ, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ કર્ણાટક લક્ષદ્વીપમા તોફાની પવન સાથે વરસાદ શરૂ થયો છે.

બંગાળની ખાડીની સાથોસાથ અરબી સમુદ્રમાં સાઉથ ઈસ્ટ દિશામાં બીજું એક લો પ્રેશર ઊભું થયું છે અને તેની અસરના કારણે દાહોદ,છોટાઉદેપુર અને નર્મદા જિલ્લામાં આવતીકાલે અમુક સ્થળોએ વરસાદની શક્યતા ઊભી થઈ છે હવામાન ખાતાના જણાવ્યા મુજબ ગુજરાતમાંથી નૈઋત્યના ચોમાસાએ વિદાય લીધી છે પરંતુ અરબી સમુદ્રની નવી સિસ્ટમના કારણે અમુક વિસ્તારોમાં વરસાદની શક્યતા ઊભી થઈ છે.

બંગાળની ખાડીમાં સર્જાયેલું લો-પ્રેશર વાવાઝોડામાં તબદીલ થવાની આશંકા હતી પરંતુ સિસ્ટમ પ્રભાવશાળી ન બનતા હવે તે લો પ્રેશર પૂરતું સીમિત બની ગયું છે આગામી ૨૪ કલાકમાં તે વધુ નબળું બની ને ઓડીશા તથા આંધ્ર પ્રદેશ વચ્ચેના દરિયાકાંઠે ટકરાશે.

(12:09 pm IST)