Gujarati News

Gujarati News

News of Saturday, 16th October 2021

છત્તીસગઢના રાયપુરમાં CRPF બટાલીયનને લઈ જઈ રહેલી ટ્રેનમાં બ્લાસ્ટઃ ૬ જવાન ઘાયલ, એક જવાન ગંભીર

છત્તીસગઢના રાયપુરમાં રેલ્વે સ્ટેશન પર ઉભેલી એક ટ્રેનમાં બ્લાસ્ટ થયો. સીઆરપીએફની ૨૧૧મી બટાલીયનના જવાન તે ટ્રેનમાં જઈ રહ્યા હતા. ગ્રેનેડ એક નકલી કારતૂસ બોકસમાં રાખવામાં આવ્યા હોવાનું માલૂમ પડ્યુ હતું. ટ્રેનની બોગીમાં સામાન રાખતા જ ફાટ્યો હતો. સવારે ૬ાા વાગ્યે પ્લેટફોર્મ નંબર ૨ પર ઘટના બની છે. જેમાં ૬ જવાન ઘાયલ જેમાં હવલદાર વિકાસ ચૌહાણ વધારે ગંભીર છે. રાયપુર રેલ્વે પીઆરઓ શિવપ્રસાદે બ્લાસ્ટની પુષ્ટિ કરી છે. થોડીવાર સ્ટેશનમાં અફરાતફરી મચી ગઈ હતી.

(11:55 am IST)