Gujarati News

Gujarati News

News of Saturday, 16th October 2021

પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ફરી લાગી આગઃ આજે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ૩૫-૩૫ પૈસાનો વધારો કરાયો

ક્રૂડ-ઓઇલની કિંમત ત્રણ વર્ષની સર્વોચ્‍ચ સપાટીએ પહોંચી

નવી દિલ્‍હી, તા.૧૬: પેટ્રોલ-ડીઝલની કિંમત આજે ફરી વધી છે. સરકારી ઓઇલ કંપનીઓએ આજે ફરીથી પેટ્રોલ-ડીઝલની કિંમતમાં વધારો કર્યો છે. આજે સતત ત્રીજા દિવસે ભાવમાં વધારો નોંધાયો છે. આજે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ૩૫-૩૫ પૈસાનો વધારો કરાયો છે. જે બાદમાં દેશની રાજધાની નવી દિલ્‍હીમાં પેટ્રોલની કિંમત ૧૦૫.૧૪ રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત ૯૩.૮૭ રૂપિયા પ્રતિ લીટર થઈ છે. આ ઉપરાંત મુંબઈમાં આજે પેટ્રોલની કિંમત માં ૩૪ પૈસાનો વધારો થયો છે. જયારે ડીઝલમાં ૩૭ પૈસાનો વધારો થયો છે. ત્રણ અઠવાડિયાની વાત કરવામાં આવે તો ડીઝલની કિંમતમાં ૫.૮૭ રૂપિયા અને પેટ્રોલની કિંમતમાં ૪.૦૭ રૂપિયાનો વધારો થયો છે.
શુક્રવારે ક્રૂડ ઓઇલની કિંમત ત્રણ વર્ષથી સૌથી ઊંચી સપાટીએ પહોંચી છે. આગામી થોડા મહિનાઓમાં પુરવઠો ઓછો રહેવાની આગાહી વચ્‍ચે ક્રૂડ-ઓઇલની કિંમત શુક્રવારે ૮૫ ડોલર પ્રતિ બેરલ પહોંચી ગઈ છે. જેના પગલે ઓઇલ કંપનીઓ ભાવમાં સતત વધારો કરી રહી છે.
દિલ્‍હી પેટ્રોલ ૧૦૫.૪૯ રૂપિયા અને ડીઝલ ૯૪.૨૨ રૂપિયા પ્રતિ લીટર, મુંબઈ પેટ્રોલ ૧૧૧.૪૩ રૂપિયા અને ડીઝલ ૧૦૨.૧૫ રૂપિયા પ્રતિ લીટર, ચેન્નાઈ પેટ્રોલ ૧૦૨.૭૦ રૂપિયા અને ડીઝલ ૯૮.૫૯ રૂપિયા પ્રતિ લીટર, કોલકાતા પેટ્રોલ ૧૦૬.૧૦ રૂપિયા અને ડીઝલ ૯૭.૩૩ રૂપિયા પ્રતિ લીટ અમદાવાદ - પેટ્રોલ ૧૦૧.૮૩ રૂપિયા અને ડીઝલ ૧૦૧.૧૩ રૂપિયા પ્રતિ લીટર, સુરત - પેટ્રોલ ૧૦૧.૬૮ રૂપિયા અને ડીઝલ ૧૦૧.૦૧ રૂપિયા પ્રતિ લીટર, રાજકોટ - પેટ્રોલ ૧૦૧.૫૩ રૂપિયા અને ડીઝલ ૧૦૦.૮૫ રૂપિયા પ્રતિ લીટર, વડોદરા - પેટ્રોલ ૧૦૧.૩૬ રૂપિયા અને ડીઝલ ૧૦૦.૬૫ રૂપિયા પ્રતિ લીટર
મધ્‍ય પ્રદેશ, રાજસ્‍થાન, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, ઓડિશા, જમ્‍મુ-કાશ્‍મીર અને લદ્દાખમાં પેટ્રોલ ૧૦૦ રૂપિયાને પાર થઈ ગયું છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત સૌથી વધારે છે. ગુજરાતના મોટાભાગના શહેરોમાં પણ પેટ્રોલ ૧૦૦ રૂપિયાને પાર થઈ ગયું છે.

 

(10:15 am IST)