Gujarati News

Gujarati News

News of Saturday, 16th October 2021

તાલિબાની સર્વોચ્‍ચ નેતા હૈબતુલ્લા અખુંદઝાદા ૨૦૨૦માં માર્યો ગયોઃ તાલિબાને કરી મોતની પુષ્ટિ

હૈબતુલ્લા અખુંદઝાદા, જે ૨૦૧૬ થી તાલિબાનના વડા છે, વર્ષ ૨૦૨૦ માં પાકિસ્‍તાનમાં આત્‍મઘાતી હુમલામાં માર્યા ગયા હતા

કાબુલ, તા.૧૬: અફદ્યાનિસ્‍તાનમાં ૨૦ વર્ષ બાદ સત્તા પર પરત આવેલા તાલિબાને તેના સર્વોચ્‍ચ નેતા હૈબતુલ્લા અખુંદઝાદા પર ચાલી રહેલા સસ્‍પેન્‍સ પરથી પડદો ઉઠાવી લીધો છે. મહિનાઓની અટકળોનો અંત લાવીને તાલિબાને હવે સુપ્રીમ લીડર હૈબતુલ્લા અખુંદઝાદાના મૃત્‍યુની પુષ્ટિ કરી છે. મીડિયા રિપોર્ટ્‍સ અનુસાર, આતંકવાદી સંગઠને જણાવ્‍યું કે હૈબતુલ્લા અખુંદઝાદા, જે ૨૦૧૬ થી તાલિબાનના વડા છે, વર્ષ ૨૦૨૦ માં પાકિસ્‍તાનમાં આત્‍મઘાતી હુમલામાં માર્યા ગયા હતા. ઉલ્લેખનીય છે  કે ૧૫ ઓગસ્‍ટના રોજ તાલિબાને અફઘાનિસ્‍તાન પર કબજો કર્યો હતો અને ત્‍યારથી એવી અટકળો ચાલી રહી હતી કે અખુંદઝાદા હવે જાહેરમાં દેખાશે.
અફઘાનિસ્‍તાનમાં તાલિબાનના સત્તા પર પાછા ફર્યા પછી, દરેકની નજર તાલિબાનના નેતા અખુંદઝાદા ક્‍યાં છે તેના પર હતી. અગાઉ હૈબતુલ્લા અખુંદઝાદાના ગુમ થવા અંગે અનેક અટકળો ચાલી રહી હતી. કેટલાક મરવાની વાત કરતા હતા અને કેટલાકને કેદ કરવામાં આવ્‍યા છે, પરંતુ તાલિબાને મૌન રાખ્‍યું હતું. પરંતુ હવે તેમણે પુષ્ટિ કરી છે કે તેમના સર્વોચ્‍ચ નેતાની હત્‍યા કરવામાં આવી છે. અખુંદઝાદા પાકિસ્‍તાની દળો દ્વારા સમર્થિત આત્‍મદ્યાતી હુમલામાં માર્યા ગયા હતા.
રિપોર્ટ અનુસાર, તાલિબાનના વરિષ્ઠ નેતા અમીર-અલ-મુમિનીને કહ્યું કે હૈબતુલ્લા અખુંદઝાદા પાક દળો દ્વારા સમર્થિત આત્‍મઘાતી હુમલામાં ‘શહીદ'થયા હતા. હૈબતુલ્લા અખુંદઝાદા આજ સુધી ક્‍યારેય લોકો સમક્ષ હાજર થયા નથી.

 

(10:15 am IST)