Gujarati News

Gujarati News

News of Saturday, 16th October 2021

તામિલનાડુની એક કિશોરીએ બનાવી સૌરઊર્જાથી ચાલતી ઇસ્ત્રી

વિનિશા ઉમાશંકરનું નામ આ વર્ષના અર્થશોટ પ્રાઇઝ માટેના દાવેદારોમાં સામેલ થયું

ચેન્નાઇ,તા. ૧૬: તામિલનાડુની એક ટીનેજર–કિશોરી વિનિશા ઉમાશંકરનું નામ આ વર્ષના અર્થશોટ પ્રાઇઝ માટેના દાવેદારોમાં સામેલ થયું છે. ૨૦૧૯માં કેમ્બ્રિજના રાજવી પ્રિન્સ વિલિયમ્સ દ્વારા શરૂ કરાયેલું આ ઇનામ વૈશ્વિક પર્યાવરણને સુધારવા અને સ્વસ્થ કરવા માટે કામ કરી રહેલા લોકોને અપાય છે.

વિનિશાનું નામ આ સન્માનમાં 'કલીન અવર એર' નામના વિભાગ માટેની અંતિમ યાદીમાં પસંદ કરવામાં આવ્યું છે. 'કલીન અવર એર'કેમ્પેન દ્વારા લોકોને તેમની આસપાસના વાતાવરણને શુદ્ઘ રાખવા પ્રેરણા આપવામાં આવે છે. સ્કૂલ જતી વખતે અનેક વાર વિનિશાની નજર કોલસાથી ચાલતી ઇસ્ત્રી પર પડતી. કોલસાનો આટલોબધો વપરાશ ખાળવા તેણે સોલરથી ચાલે એવું ઇસ્ત્રી-ગાડું ડિઝાઇન કર્યું અને એની ડિઝાઇન અમલમાં લાવવી સરળ હોવાથી એ વપરાશમાં પણ આવી ગઈ.

તામિલનાડુના તિરુવન્નામલાઈ વિસ્તારમાં રહેતી વિનિશા ઉમાશંકરને આ ડિઝાઇન માટે રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરે અનેક ઇનામ અને સન્માન મળી ચૂકયાં છે, એમાં સૌથી પ્રતિષ્ઠિત અવોર્ડ માટે પણ હવે તેનું નામ નોમિનેટ થયું છે. 

(10:00 am IST)