Gujarati News

Gujarati News

News of Saturday, 16th October 2021

અભિનેત્રી બેગમ ફરૂખ જાફરનું નિધન : છેલ્લા 'ગુલાબો સિતાબો'માં ફતિમા બેગમનાં કિરદારમાં આવ્યા નજર

બેગમ ફરૂખ જાફરે ૮૯ની ઉંમરે લખનઉંમાં અંતિમ શ્વાસ લીધો

લખનૌ,તા. ૧૬: હિન્દી ફિલ્મોની પ્રખ્યાત અદાકારા બેગમ ફરુખ જાફર નું શુક્રવારે નિધન થઇ ગયુ છે. તેમણે ૮૯ની ઉંમરમાં લખનઉમાં અંતિમ શ્વાસ લીધા હતાં. બેગમ ફરુખ જાફરે રેખા સ્ટાર ફિલ્મ 'ઉમરાવ જાન'થી લઇ અમિતાભ બચ્ચન સ્ટાર 'ગુલાબો સિતાબો' સુધી તેમનાં કિરદારને બખુબી અદા કર્યો છે. જેનાંથી ઘણાં લોકો પ્રભાવિત પણ થઇ ગયા છે. આજે તેમને સુપુર્દ-એ-ખાક કરવામાં આવશે.

બેગમ ફરુખ જાફરનું ઇન્તકાલની ખબરથી તેમનાં દોહીત્ર શાઝ અહમદે આપી છે. તેમણે જણાવ્યું કે, તેમની નાનીનું બ્રેન સ્ટ્રોકને કારણે શુક્રવારે ૧૫ ઓકટોબરનાં ગોમતીનગરની વિશેષખંડ સ્થિત આવાસ પર નિધન થઇ ગચું છે.

બેગમ ફરુખ જાફરે જણાવ્યું કે, ૫ ઓકટોબરનાં લખનઉનાં સહારા હોસ્પિટલમાં ભરતી હતી. તેમને બ્રેન સ્ટ્રોક આવ્યો હતો. જે બાદ તેમને હોસ્પિટલમાં દાખલ હતા તે સમયે તેમનાં ફેફસામાં સંક્રમણ વધી ગયુ હતું. જે સાથે જ શ્વાસ લેવામાં તેમને તકલીફ પડતી હતી. શરદી-કફ અને દુખાવાની તકલીફો તો તેમને થતી જ હતી.

ફરુખ જાફરે તેમનાં કરિઅરની શરૂઆત રેડિયોમાં એનાઉન્સર તરીકે કરી હતી. જેમાં તે ગીતોની વચ્ચે સંભળાતી કહાનીમાં તેમનો અવાજ આપતાં. અને ગીતોની પસંદગી કરતાં. નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં તેઓ સાંજે કલાસ ચલાવતા હતાં.

બેગમ ફરુખ જાફરે એકિટંગ કરિઅરની શરૂઆથ વર્ષ ૧૯૮૧દ્મક કરી હતી. તેમણે ફિલ્મ 'ઉમરાવ જાન'માં સદાબહાર એકટ્રેસ રેખાની માતાનો રોલ તેમને અદા કર્યો હતો. જે ઉપરાંત તેઓ 'સ્વદેશ', 'સુલ્તાન', 'સુપર સુપરસ્ટાર', અને 'પીપલી લાઇવ' જેવી ફિલ્મોમાં કામ કરી ચુકયા છે. તેમનાં કિરદારે લોકોનું દિલ જીતી લીધુ હતું. છેલ્લે તેઓ અમિતાભ બચ્ચન સ્ટાર 'ગુલાબો સિતાબો'માં નજર આવ્યાં હતાં. આ ફિલ્મમાં તેમણે ફાતિમા બેગમનો રોલ અદા કર્યો હતો.

ફરુખનાં લગ્ન સ્વંતંત્રતા સંગ્રામ સેનાની અને ઉત્ત્।ર પ્રદેશ કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ અને પૂર્વ વિધાન પાર્ષદ એસ એમ જાફર સાથે થયા હતાં. મેહરુનિાસમાં તેમનાં રોલ માટે તેમને ફિલ્મફેર એવોર્ડથી નવાઝવામાં આવ્યાં હતાં.

(9:53 am IST)