Gujarati News

Gujarati News

News of Friday, 16th October 2020

જમ્મુ -કાશ્મીરમાં કલમ 370 પાછી લાવવા સંઘર્ષ ચાલુ રહેશે

ફારૂક અબ્દુલ્લાના ઘરે મળેલ ગુપકાર ડેક્લેરેશન બેઠકમાં લેવાયો નિર્ણંય : બેઠકમાં પીડીપી, પીપલ્સ કોન્ફ્રન્સ, લેફ્ટ પાર્ટીના નેતાઓએ ભાગ લીધો

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરમાં હટાવાયેલી કલમ 370 ફરી લાગુ કરાવવા ફારુક અબ્દુલ્લાહના ઘરે ગુપકાર ડેક્લેરેશન થયું હતું તેના માટે મહેબૂબા મુફ્તી, ફારુક અબ્દુલ્લાહ સહિતના નેતાઓ મતભેદો ભૂલી એકજૂથ થયા છે. આ મામલે પૂર્વ CM ફારુક અબ્દુલ્લાહના ઘરે એક બેઠક મળી હતી.

ગુપકાર ડેકલરેશન  નામની આ બેઠક બહુ મહત્વની માનવામાં આવી રહી છે. આ બેઠકમાં પીડીપી, પીપલ્સ કોન્ફ્રન્સ, લેફ્ટ પાર્ટીના નેતાઓએ ભાગ લીધો હતો.બેઠક બાદ ફારુક અબ્દુલ્લાહએ જણાવ્યું કે અમે 5 ઓગસ્ટ, 2019 પહેલાંના અધિકાર બહાલ કરવા માગીએ છીએ. સાથે મહેબૂબા મુફ્તી સાથે મળી કલમ 370 પાછી લાવવાનો સંઘર્ષ જારી રાખવાની વાત પણ તેમણે કરી હતી.

નેશનલ કોન્ફ્રન્સના નેતા ફારુક અબ્દુલ્લાહના નિવાસ સ્થાને ગુરુવારે મળેલી બેઠકમાં પીડીપી અધ્યક્ષ મહેબૂબા મુફ્તી. પીપલ્સ કોન્ફ્રન્સના અધ્યક્ષ સજ્જાદ લોન, પીપલ્સ મૂવમેન્ટના નેતા જાવેદ મીર અને માર્કસવાદી કોમ્યુનિસ્ટ પાર્ટીના નેતા યુસુફ તારિગાનીએ ભાગ લીધો હતો.claration

મહેબુબા મુફતીને મંગળવારે 14 મહિનાની નજરકેદ બાદ મુક્તિ મળી હતી. ત્યાર બાદ બુધવારે ફારુક અબ્દુલ્લાહએ મુફ્તીના નિવાસે તેમની મુલાકાત લીધી હતી.પીડીપીનાં પ્રમુખ અને પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીની મુક્તિ બાદ બેઠકને  બહુ જ મહત્વની માનવામાં આવી રહી છે. જેમાં જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 અને કલમ 35 એ હટાવવા સામે ચર્ચા થઇ હતી.

જો કે રાજ્યમાં કલમ 370 હટાવવાના એક દિવસ પહેલાં એટલે કે 4 ઓગસ્ટ 2019ના રોજ ફારુક અબ્દુલ્લાહના ગુપકાર સ્થિત નિવાસે તમામ પક્ષોની પ્રથમ સર્વપક્ષીય Gupkar Declarationબેઠક મળી હતી. ત્યાર બાદ મુફ્તીની મુક્તિના બીજા દિવસે ફરી વાર આ નેતોઓ મળ્યા છે.

(11:52 pm IST)