Gujarati News

Gujarati News

News of Wednesday, 16th October 2019

સંસદનું શિયાળુ સત્ર 18 નવેમ્બરથી શરૂ થશે :13 ડિસેમ્બર સુધી ચાલશે :બે અધ્યાદેશને કાયદો બનાવવા કરાશે પ્રયાસ

મંત્રીમંડળની સંસદીય મામલાની સમિતિની મળેલી બેઠકમાં લેવાયો નિર્ણ્ય

નવી દિલ્હી : સંસદના શિયાળુ સત્રની તારીખની જાહેરાત થઈ છે. શિયાળુ સત્ર 18 નવેમ્બરથી શરૂ થશે. અને 13 ડિસેમ્બર સુધી ચાલશે. સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહની અધ્યક્ષતામાં મંત્રીમંડળની સંસદીય મામલાની સમિતિની મળેલી બેઠકમાં આ શિયાળુ સત્રની તારીખો પર નિર્ણય થયો હતો

  આ સત્ર મોદી સરકાર માટે ઘણું મહત્વનું છે, કેમકે બે મહત્વપૂર્ણ અધ્યાદેશોને કાયદો બનાવવાનો પૂરો પ્રયાસ કરશે. ઈન્કમ ટેક્સ એક્ટ 1961 અને ફાઈનાન્સ એક્ટ 2019 પર સરકાર અધ્યાદેશ લાવી ચૂકી છે. ત્યારે આગામી સત્રમાં આ અધ્યાદેશ પર ફેંસલો થઈ શકે છે. પાછલા બે વર્ષથી શિયાળુ સત્ર 21 નવેમ્બરથી શરૂ થયું હતું અને જાન્યુઆરીના પ્રથમ સપ્તાહ સુધી રહેતું હતું પરંતુ આ વખતે 18 નવેમ્બરથી 13 ડિસેમ્બર સુધી ચાલશે.

(10:22 pm IST)