Gujarati News

Gujarati News

News of Wednesday, 16th October 2019

રિલાયન્સ જીઓએ પ્રિપેડ રિચાર્જ પ્લાનમાં મળનાર ફૂલ ટોકટાઇમ બેનિફીટ બંધ કરી દીધો

નવી દિલ્હી: Reliance Jio એ પોતાના પ્રીપેડ રિચાર્જ પ્લાનમાં મળનાર ફૂલ ટોક ટાઇમ બેનિફિટને બંધ કરી દીધો છે. જિયોએ શરૂઆતથી જ ઓછા ભાવમાં વધુ બેનિફિટ આપનાર કંપની તરીકે જાણિતી રહી છે. એવામાં ફૂલ ટોક ટાઇમ બેનિફિટને બંધ કરવો સબ્સક્રાઇબર્સ માટે એક ચોંકાવનારા સમાચાર છે. તાજેતરમાં જિયોએ જાહેરાત કરી હતી હવે તે બીજા નેટવર્ક પર કરવામાં આવતા કોલના બદલમાં સબ્સક્રાઇબર્સ પાસેથી 6 પૈસા પ્રતિ મિનિટનું ઇન્ટરકનેક્ટ યૂસેઝ ચાર્જ લાગશે. ત્યારબાદથી જિયો સબ્સક્રાઇબર્સ સાથે જ ટેલિકોમ ઇંડસ્ટ્રીમાં ખૂબ હલચલ જોવા મળી રહી છે.

આ પ્લાન્સ પર થઇ અસર

જિયો પાસે 10 રૂપિયાથી માંડીને 1,000 રૂપિયા વચ્ચે ટોક ટાઇમ પ્લાન ઉપલબ્ધ છે. ટેલિકોમ ટોકના એક રિપોર્ટ અનુસાર આ પ્લાન્સ પહેલાં ફૂલ ટોક ટાઇમ સાથે આવતા હતા, પરંતુ હવે તેમાં ફૂલ ટોક ટાઇમ મળવાનું બંધ થઇ ગયું છે. હવે જિયોના 10 રૂપિયાવાળા ટોક ટાઇમ રિચાર્જમાં યૂઝર્સને 7.47 રૂપિયાનો ટોક ટાઇમ ઓફર કરવામાં આવી રહ્યો છે. આ પ્રકારે 20 રૂપિયામાં 1.495 રૂપિયા, 50 રૂપિયામાં 39.37 રૂપિયા, 100 રૂપિયામાં 81.75 રૂપિયા, 500 રૂપિયામાં 420.73 રૂપિયા અને 1000 રૂપિયાવાળા પ્લાનમાં 844.46 રૂપિયાનો ટોક ટાઇમ આપવામાં આવી રહ્યો છે. કેટલાક લોકો તેને જિયો દ્વારા લગાવવામાં આવેલા આઇયૂસીની અસર માની રહ્યા છે.

પહેલા મળતો હતો ફૂલ ટોક ટાઇમ

કંપની દ્વારા ફૂલ ટોક તાઇમ બેનિફિટને બંધ કરી દેવામાં આવતાં જિયો સબ્સક્રાઇબર્સને આંચકો લાગ્યો છે. જિયો શરૂઆતથી પોતાના પ્રીપેડ પોર્ટફોલિયોમાં ઘણા બધા પ્લાન ઓફર કરે છે. તેમાંથી તે પ્લાન્સની કમી ન હતી કે જેમાં સબ્સક્રાઇબર્સને રિચાર્જ પર ફૂલ ટોક ટાઇમ ઓફર કરવામાં આવતો હતો. ફૂલ ટોક ટાઇમવાળા પ્રીપેડ પ્લાન તે યૂઝર્સને ખૂબ પસંદ હતા જેમને વધુ વોઇસ કોલિંગની જરૂર પડતી હતી. આ પ્રીપેડ ટોક ટાઇમ પ્લાન્સમાં કોઇપણ પ્રકારનો ડેટા ઓફર કરવામાં આવતો નથી.

જિયોના પ્લાનમાં મળી રહ્યા છે આઇયૂસી ઓપ્શન

જિયોના પ્લાન્સમાં રસપ્રદ એ છે કે હવે અલગ-અલગ ડેલી ડેટા લિમિટવાળા પોપ્યુલર ડેટા પ્લાન આઇયૂસી ટોક ટાઇમ વાઉચર સાથે આવે છે. તેનાથી યૂઝર્સને પ્રીપેડ ડેટા રિચાર્જ સાથે આઇયૂસી રિચાર્જના ઘણા ઓપ્શન મળી ગયા છે. 

આઇયૂસીના કારણે થઇ રહ્યા છે ફેરફાર

ફૂલ ટોક ટાઇમ બેનિફિટને સમાપ્ત કરવાનું કારણ જિયો અને બીજા ટેલિકોમ ઓપરેટર્સ વચ્ચે ચાલી રહેલા ટેરિફ વોરને ગણવામાં આવી રહ્યું છે. તેની શરૂઆત ત્યારથી થઇ હતી જ્યારે એરટેલે જિયો અપ્ર આરોપ લગાવ્યો હતો કે તેણે પોતાની રિંગ ટાઇમને ઘટાડીને 25 સેકન્ડ કરી દીધી છે. આ કારણે જિયો સબ્સક્રાઇબર્સ દ્વારા બીજા નેટવર્ક પર કરવામાં આવતા કોલ મોટાભાગે મિસ થઇ જાય છે. તેના બદલે જિયોના નેટવર્ક પર કોલ બેક આવવાની સંખ્યા વધી ગઇ હતી.

જિયો પર બીજા નેટવર્ક ઓપરેટર દ્વારા કોલ આવવાની સ્થિતિમાં જિયોએ તે ઓપરેટર પાસેથી આઇયૂસીનો ફાયદો થાય છે. ત્યારબાદ એરટેલે પણ પોતાની રિંગ ટાઇમને 25 સેકન્ડ કરવાનો નિર્ણય કર્યો. ત્યારબદ જિયોને આઇયૂસી ઇંટ્રોડ્યૂસ કરવું પડ્યું. કંપનીને બીજા નેટવર્ક પર કરવામાં આવતા કોલ માટે પોતાને પૈસા આપવા નહી પડે કારણ કે હવે તેને સબ્સક્રાઇબર્સ પાસેથી વસૂલી રહી છે. આઇયૂસી ચાર્જને લઇને કહેવામાં આવી રહ્યું છે કે ટ્રાઇ તેને આ વર્ષના અંત સુધીમાં ખતમ કરી દેશે.

(4:46 pm IST)