Gujarati News

Gujarati News

News of Wednesday, 16th October 2019

પોસ્ટ ઓફિસની નવી સર્વિસઃ હવે ઘરે બેઠા જ કરી શકશો પૈસાની લેવડ-દેવડ

નવી દિલ્હી, તા.૧૬: પોસ્ટ ઓફિસમાં એકાઉન્ટ ધારકો માટે સારા સમાચાર છે. ખરેખર, પોસ્ટ વિભાગે પોસ્ટ ઓફિસ સેવિંગ્સ એકાઉન્ટ ધારકો માટે મોબાઇલ બેન્કિંગ સેવાઓ શરૂ કરી છે. પોસ્ટ ઓફિસે એક પરિપત્ર બહાર પાડીને આની જાહેરાત કરી છે. આ પરિપત્ર મુજબ તમામ પોસ્ટ ઓફિસના બચત ખાતા ધારકોને ૧૫ ઓકટોબરથી આ સુવિધા મળવાની શરૂઆત થશે, એટલે કે આજથી શરુ થઇ ગઇ છે..ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેન્ક (IPPB) ના બચત ખાતા માટે મોબાઇલ બેન્કિંગ સુવિધા પહેલાથી અસ્તિત્વમાં છે. હવે તે પોસ્ટ ઓફિસ બચત ખાતા માટે પણ ઉપલબ્ધ થશે. આ સુવિધાથી પોસ્ટ ઓફિસની મોટાભાગની નાની બચત યોજનાઓનું સંચાલન કરવું સરળ બનશે જેમ કે ટાઇમ ડિપોઝિટ, કિસાન વિકાસ પત્ર, રાષ્ટ્રીય બચત પ્રમાણપત્ર વગેરે.

(4:07 pm IST)