Gujarati News

Gujarati News

News of Wednesday, 16th October 2019

Jio યુઝર્સે કોલિંગ માટે દર મહિને આપવા પડશે ૧૨ રૂપિયા

નવી દિલ્હી, તા.૧૬: Reliance Jio દ્વારા IUC લેવાની જાહેરાત બાદ ટેલિકોમ ઈન્ડસ્ટ્રીમાં ધમાલ મચી ગઈ છે. જિયોએ કોલિંગ પર ચાર્જ વસૂલવાનું કહ્યું તો તેના પર ગ્રાહકોએ ૩ વર્ષ પહેલા આજીવન ફ્રી કોલિંગ આપવાનો વાયદો તોડવનો આક્ષેપ લગાવ્યો હતો. એરટેલ અને વોડાફોને જિયોના આ પગલાની ટીકા કરતા પોતે ભવિષ્યમાં કયારેય IUC નહિ લે તેવો વાયદો આપ્યો હતો. આ મુદ્દે સ્પષ્ટતા કરતા Reliance Jio એ એક ટ્વીટ કર્યું છે. ટ્વીટમાં કંપનીએ ટ્રાઈના રિપોર્ટને શેર કરતા દર મહિને લેવાતા ૧૨ રૂપિયાના ચાર્જને યોગ્ય ઠેરવવાની કોશિશ કરી છે.

Jioએ પોતાના ટ્વીટમાં કહ્યું કે તે ઈન્ટરકનેકટ યુસેઝ ચાર્જ (IUC)નો વધારે ભાર ગ્રાહકો પર નહિ નાંખે. થ્જ્ઞ્ંહ્ય્ કહ્યું કે તે ટ્રાઈના ડેટા અનુસાર જ કામ કરી રહ્યું છે. ટ્રાઈના ડેટા મુજબ ઈન્ડસ્ટ્રીમાં અત્યારે પણ પ્રતિ યુઝર દર મહિને લેવાતો IUC ૧૨ રૂપિયા છે. આ હિસાબે એક મહિનામાં બીજા નેટવર્ક પર કરાતા કોલની ૨૦૦ મિનિટ થાય છે.

જિયો એ વાતને આધાર બનાવી રહ્યું છે કે આજના સમયે એક મહિના માટે ૧૨ રૂપિયા આપવા કોઈ ગ્રાહક માટે મોટી વાત નથી. કોલિંગની વાત કરીએ તો જિયોએ પોતાના નેટવર્ક અને લેન્ડલાઈન પર થતા કોલ્સને હજુ સુધી ફ્રી રાખ્યા છે. જિયોના મોંદ્યા પ્લાન ખરીદનારા પ્રિપેડ યુઝર્સ માટે ૧૨ રૂપિયા ખર્ચવા કોઈ મોટી વાત નથી. તેની સરખામણી બીજી કંપનીઓ સાથે કરીએ તો તે વેલિડિટીના નામે સબસ્ક્રાઈબર્સ પાસેથી એકસ્ટ્રા પૈસા વસૂલી રહી છે.

હાલના IUCની વાત કરીએ તો તે ૩૧ ડિસેમ્બર ૨૦૧૯ સુધી લાગુ પડશે. જિયોને આશા છે કે આવતા વર્ષની શરૂઆતથી ટ્રાઈ IUC ઝીરો કરી દેશે. જો કે એરટેલ, બીજા ઓપરેટર તેનો વિરોધ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે IUC ખતમ થતા દેશના અંતરિયાળ વિસ્તારોમાં સર્વિસ આપવી મોંઘી સાબિત થઈ શકે છે.

(4:06 pm IST)