Gujarati News

Gujarati News

News of Wednesday, 16th October 2019

ગાંગુલી અને મારી વચ્ચે કોઇ ડીલ થઇ નથીઃ અમિતભાઇ

બીસીસીઆઇના નવા અધ્યક્ષ કોણ હશે એ હું નકકી કરતો નથી, એ માટે ચૂંટણી પ્રક્રિયા છે

ભારતીય ક્રિકેટ ટીમનો ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી હાલમાં ભારતીય ક્રિકેટ બોર્ડના નવા પ્રેસિડન્ટ તરીકે પસંદ થયો હોવાની વાતો ચાલી રહી છે એવામાં બીજેપી અને ગાંગુલી વચ્ચે ૨૦૨૧માં યોજાનારી   બંગાળની ચૂંટણીને લઈને ડીલ થઈ હોવાની વાત પર ગૃહપ્રધાન  અમિતભાઇ શાહે ખંડન કર્યું અને કહ્યું હતું કે અમે ગાંગુલીને ભારતીય  ક્રિકેટ બોર્ડના નવા અધ્યક્ષ બનાવ્યા નથી અને અમારી વચ્ચે  એવી કોઈ ડીલ પણ થઈનથી. 

 આ સંદર્ભે અમિતભાઇ શાહે વધુમાં   કહ્યું કે 'ભારતીય ક્રિકેટ બોર્ડનો  નવો અધ્યક્ષ કોણ હશે એ હું છે નક્કી નથી કરતો. એ માટે  એમની પોતાની ચૂંટણી પ્રક્રિયા છે.   ગાંગુલી સાથે મારી આ વિશે કોઈ  ડીલ કે મીટિંગ થઈ નથી.' ગયા વર્ષે અમિતભાઇ શાહે સૌરવ ગાંગુલી સાથે મુલાકાત કરી હતી અને સાથોસાથ સૌરવ ગાંગુલી બીજેપીમાં સામેલ થવાની અટકળો પણ ચાલી રહી છે. આ સંદર્ભે શાહે કહ્યું કે 'ગાંગુલી મને મળવા ગમે ત્યારે આવી શકે છે. હું ક્રિકેટ સાથે ઘણાં વર્ષો સુધી જોડાયેલો રહ્યો છું. સૌરવ ગાંગુલી અને મારી મુલાકાતમાં કોઈ મુશ્કેલી નથી

(4:00 pm IST)