Gujarati News

Gujarati News

News of Wednesday, 16th October 2019

હેમા માલિની આજે ૭૧ વર્ષના થયા

તાલિનાડુના અમ્માનકુડીમાં જન્મેલ અભિનેત્રી- સાંસદ હેમા માલીનીનો આજે ૭૧મો જન્મદિવસ છે. ૧૯૪૮માં જન્મેલ ડ્રીમ ગર્લ હેમામાલીનીએ તેના અભિનયની શરૂઆત ૧૯૬૮માં આવેલ ફિલ્મ સપનો કા સૌદાગરથી કરી હતી.૧૫૫થી વધુ બોલીવુડ ફિલ્મોમાં અભિનય કરી ચૂકેલા હેમા માલીની ૨૦૦૩ થી ૨૦૦૯  ભાજપના રાજયસભાના સાંસદ રહ્યા છે. ૨૦૧૪માં પહેલીવાર જયારે ૨૦૧૯માં બીજીવાર તેઓ લોકસભાના સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા હતા. ધર્મેન્દ્ર સાથે તેમણે ૧૯૭૦માં પહેલીવાર તુમ હસીન મે જવા ફિલ્મમાં કામ કર્યુ હતુ. ત્યાર બાદ બન્ને ૧૯૮૦માં લગ્નગ્રંથીથી જોડાયા હતા. ૧૯૭૭માં આવેલ ફિલ્મ ''ડ્રિમ ગર્લ''થી હેમાજીને ''ડ્રિમ ગર્લ'' તરીકેની નવી ઓળખ મળી હતી. હેમા માલીનીને ૨૦૦૦ની સાલમાં પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા છે. તેમણે લાંબી બોલીવુડ કારર્કીદીમાં ૩ વાર ફિલ્મફેર એવોર્ડ પણ જીત્યા છે.

(3:56 pm IST)