Gujarati News

Gujarati News

News of Wednesday, 16th October 2019

હવે બરાબર હાથ ધોવાનું હેન્ડ -રોબો યાદ દેવડાવશે

ગઈ કાલે ગ્લોબલ હેન્ડ-વોશિંગ ડે હતો. હાથ ધોવાનું કેટલું મહત્ત્વનું છે અને કેવી રીતે હાથ ધોવાં જોઈએ એ વિશે જાગૃતિ લાવવા માટે પ્રાથમિક સ્કૂલોમાં જાગૃતિ કાર્યક્રમો થયાં. કેરળના વયનાડમાં તો એકદમ હાઇ-ટેક પ્રયોગ થયો. ચિત્રગિરિ ગવર્નમેન્ટ પ્રાઇમરી સ્કૂલમાં પેટે નામનો એક રોબો મૂકવામાં આવ્યો છે. હાથના પંજા જેવો આ બોલતો રોબો છે જે બાળકોને કેવી રીતે હાથ ધોવા જોઈએ એની ઇન્સ્ટ્રકશન્સ આપે છે. આ ઇન્સ્ટ્રકશન્સ વર્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા પ્રમાણભૂત સ્ટાન્ડર્ડ મુજબની હોય છે.

(3:50 pm IST)