Gujarati News

Gujarati News

News of Wednesday, 16th October 2019

કોલેજો અને વિશ્વ વિદ્યાલયમાં છાત્રો પ્રોફેસરો માટે મોબાઇલ ઉપયોગ પર પ્રતિબંધ

ઉતરપ્રદેશ ઉચ્ચ શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય

લખનૌ, તા., ૧૬ : ઉતરપ્રદેશની ડીગ્રી કોલેજ અને વિશ્વ વિદ્યાલયોમાં હવે વિદ્યાર્થીઓના હાથમા઼  મોબાઇલ હવે નજરે નહી પડે... કારણ કે ઉચ્ચ શિક્ષણ નિર્દેશકે કેમ્પસ ઉપર મોબાઇલના ઉપયોગ ઉપર પ્રતિબંધ મુકયો છે.

ઉચ્ચ શિક્ષણ નિર્દેશાલય અને વિશ્વ વિદ્યાલયોમાં મોબાઇલ ફોનના ઉપયોગને લઇ અનેક નિયમો જાહેર કર્યા છે. ઉચ્ચ શિક્ષણ નિર્દેશકના નવા નિયમ મુજબ હવે કોલેજ કે યુનિવર્સિટીની અંદર મોબાઇલ ફોનના ઉપયોગ પર પ્રતિબંધ લગાવ્યો છે. આ પ્રતિબંધ માત્ર છાત્રો માટે જ નહી પરંતુ અધ્યાપકો માટે પણ લાગુ કરવામાં આવશે. મોબાઇલમાં ઉપયોગમાં વ્યસ્ત રહેતા વિદ્યાર્થીઓના શિક્ષણ ઉપર અસર પહોંચે છે.

નવા નિયમ મુજબ કોલેજો અને વિશ્વ વિદ્યાલયોમાં મોબાઇલ ફોન રાખી શકાશે. પરંતુ તેનો ઉપયોગ થઇ શકશે નહી.

(3:18 pm IST)