Gujarati News

Gujarati News

News of Wednesday, 16th October 2019

બપોરે ૧-૦૦ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

જમ્મુ-કાશ્મીરમાં વધુ ત્રણ આતંકવાદીઓ ઠાર થયા : ડેન્ગ્યુની નાગચૂડ સૌરાષ્ટ્રમાં રોજ કોઈને કોઈ નો જીવ લે છે : ભાવનગર જિલ્લામાં ડેંગ્યુનો હાહાકાર, હોસ્પિટલના તબીબો અને આરોગ્ય વિભાગના 18 કર્મચારી ઝપટે : કચ્છ પણ ડેન્ગ્યુના ભરડામાં, ૭૦૦ થી વધુ દર્દીઓ, સિવિલ સર્જન પણ ઝપટે ચડયા : અયોધ્યા કેસમાં વધુ સમય આપવા થયેલ માગણી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી, સાંજે પાંચ ના ટકોરે સુનાવણી પૂર્ણ : 31 ઓક્ટોબરે નરેન્દ્રભાઈ કોઈ મોટી જાહેરાત કરે તેવી સંભાવના : આર્થિક મોરચે મોદી સરકારને ભીંસમાં લેવા કોંગ્રેસે હરિયાણા અને મહારાષ્ટ્રમાં મનમોહનને મેદાનમાં ઉતાર્યા : રાજકોટના થોરાળા ખાતે માતા-પુત્રે ટ્રેન નીચે કૂદીને જીવ દીધો : બગોદરા પાસે : ભાવનગરના વેપારીનું અપહરણ કરી 30 લાખની ખંડણીની માગણી, રાજકોટનો રમીઝ સહિત પાંચ શખ્સોના નામ ખુલ્યા : સંઘ પર પ્રતિબંધ લાદવા અકાલ તખ્ત ની માગણી : ૩૧ થી ૪ નવેમ્બર સુધી સંઘની હરિદ્વારમાં બેઠક

(12:58 pm IST)