Gujarati News

Gujarati News

News of Wednesday, 16th October 2019

વૈશ્વિક ભુખમરો પાકિસ્તાનથીય ભારતની બદતર સ્થિતિ

''ગ્લોબલ હંગર ઇન્ડેક્ષ''માં ભારત ૧૦૨ નંબરે ધકેલાયું: પાકિસ્તાન ૯૪માં સ્થાને : ચીન ૨૫માં, નેપાળ ૭૩માં, બાંગ્લાદેશ ૮૮માં ક્રમે

નવી દિલ્હીઃ ૧પ ઓક્ટોબરના રોજ પ્રકાશિતથયેલા વૈશ્વિક ભૂખમરાના સૂચકાંકમાં (ગ્લોબલ હંગર ઈન્ડેક્ષ) ભારત ૧૦ર નંબરે છે. શાસક ભાજપ માટે આંચકારૂપ બાબત એ છે કે, આ ઈન્ડેક્ષમાં પાકિસ્તાન ૯૪માં ક્રમાંક સાથે ભારતની સરખામણીમાં સારી સ્થિતિ ધરાવે છે. વર્ષ ર૦૧૭માં ભારત આ સૂચકાંકમાં ૧૦૦માં ક્રમે હતો.

 છેલ્લા ૧પ વર્ષથી કુપોષણ, બાળમૃત્યુદર, ચાઈલ્ડ વાસ્ટીંગઅને ચાઈલ્ડ સ્ટનિંગ જેવા ચાર માપદંડોના આધારે આ સૂચકાંક તૈયાર કરવામાં આવે છે. આ સૂચકાંકમાં ૧૦ર નંબરે આવવાનો અર્થ એ છે કે ભારત ચારેય માપદંડોમાં નિષ્ફળ ગયું છે.

 શર્મનાક બાબત તો એ છે કે, વૈશ્વિક ભૂખમરાના સૂચકાંકમાં ભારતનો ક્રમ તેમના ઘણા પાડોશીઓ કરતાં પણ પાછળછે. આ યાદીમાં ચીન (રપ), નેપાળ(૭૩), મ્યાનમાર (૬૬) અને બાંગ્લાદેશ(૮૮)માં ક્રમે છે.

જ્યારે  ભારતને મહાસત્તા બનાવવાની વાતો થાય છે  ત્યારે આ પ્રકારના ડેટાથી   લોકોને આશ્ચર્ય થાય છે કે જો આપણે બાંગ્લાદેશ અને નેપાળ જેવા નાનાદેશોની સરખામણીમાં પણ પાછળ છીએતો પછી મહાસત્તા કેવી રીતે બની શકીશું.

જ્યારે ભારત સરકાર સતત આર્થિક સંકટને નકારી રહી છે ત્યારે મંદીને નસ્વીકારવા માંગતા લોકો માટે આસૂચકાંક આંખો ઉઘાડનારો છે. 

(3:15 pm IST)