Gujarati News

Gujarati News

News of Wednesday, 16th October 2019

પોસ્ટલ તંત્ર દિવાળી ધમાકો કરશેઃ PPF-સેવીંગ્ઝ ખાતા ધારકો હવે સ્માર્ટ ફોન દ્વારા બધુ જોઇ શકશે

કિસાન વિકાસ પત્ર-NSS-સહિતની યોજનામાં નાણા ઓન લાઇન ટ્રાન્સફર થઇ શકશે... : પોતાના નાણા ટ્રાન્સફર કરી શકશેઃ ટૂંકમાં પોસ્ટલ તંત્ર દ્વારા મોબાઇલ એપ...

રાજકોટ તા. ૧૬ :.. પોસ્ટ ઓફિસમાં પીપીએફ-બચત ખાતા ખોલનારાઓ-રોકાણ કરનારાઓ માટે એક સારા સમાચાર છે.

ઝડપથી ઘરે બેઠા પોતાના ખાતાની બેલેન્સ ચેક કરવાની સુવિધા મળશે, આ ઉપરાંત ઘરે બેઠા પીપીએફ માંથી પોતાના નાણા સેવીંગ્ઝ ખાતામાં ટ્રાન્સફર કરી શકશે.

પોસ્ટલ ખાતુ બચત ખાતા ધરાવનાર લોકો માટે મોબાઇલ બેકીંગ સર્વિસ ઉપલબ્ધ કરાવવા જઇ રહ્યું છે, આ માટે મોબાઇલ બેકીંગ એપ પોસ્ટલ તંત્ર લાવી રહ્યું છે.

આ માટે પોસ્ટલ તંત્ર ઝડપથી તારીખની જાહેરાત કરશે, જેથી રજીસ્ટ્રેશન કરાવી શકાય, આ સુવિધાને કારણે કિસાન વિકાસ પત્ર, નેશનલ સેવીંગ્ઝ સર્ટીફીકેટ, વિગેરેનું સંચાલન આસાન બની જશે.

રજીસ્ટ્રેશન માટે સૌ પ્રથમ ખાતુ ધરાવનારે પોસ્ટ ઓફીસ સેવીંગ્ઝ બેંક, એટીએમ, ઇન્ટરનેટ, મોબાઇલ બેકીંગ એપ્લીકેશન ફોર્મ ભરવુ પડશે, અને સાથે નવુ કેવાયસી આપવુ પડશે.

આ એપ્લીકેશનથી બેલેન્સ, એનએસપી, રિકરીંગ ડીપોઝીટ, લોન વિગેરે જોવા મળશે, મીની સ્ટેટમેન્ટ જોવા મળશે.

(11:29 am IST)