Gujarati News

Gujarati News

News of Wednesday, 16th October 2019

યોગી સરકારે નિર્ણય બદલ્યો : 25000 હોમગાર્ડસને હવે નહીં છોડવી પડે નોકરી

નવા બજેટમાં હોમગાર્ડ અને પોલીસના બજેટમાં વધારો કરાશે

લખનૌ : ઉત્તર પ્રદેશમાં 25 હજાર હોમગાર્ડની નોકરીના નિર્ણય પર યોગી સરકારે યૂ-ટર્ન લીધો છે. હોમગાર્ડ મંત્રી ચેતન ચૌહાણે જણાવ્યું છે કે કોઇપણ હોમગાર્ડને નિકાળવામાં આવશે નહીં. ડીજીપી સાથે વાતચીત બાદ સીમિત બજેટનું સૂચન કરવામાં આવ્યું છે. જેમાં યૂપી પોલીસ પોતાના સીમિત બજેટમાં 17000 હજાર હોમગાર્ડને ડ્યૂટી પર રાખી શકે છે જ્યારે બાકી 8000 હજાર હોમગાર્ડને મુખ્યાલયથી ડ્યૂટી મળશે.

    યુપીના  હોમગાર્ડ મંત્રી ચેતન ચૌહાણે કહ્યું સીમિત જવાન અને ઓછી ડ્યૂટીના ફોર્મ્યુલાથી નિરાકરણ આવ્યું છે. 31 માર્ચ પછી હોમગાર્ડને નવા માનદ સાથે ડ્યૂટી મળશે. મંત્રીએ વધુમાં જણાવ્યું કે આગામી બજેટમાં હોમગાર્ડ અને પોલીસ માટેની ફાળવણીમાં વધારો કરવામાં આવશે.

   અત્રે ઉલેલ્ખનીય છે કે કાનૂન વ્યવસ્થામાં ડ્યૂટી કરનારા હોમગાર્ડની સંખ્યામાં 32 ટકા સુધી કાપ મૂકવામાં આવ્યો છે. સોમવારના આદેશ મુજબ એડીજીના આદેશ બાદ 25 હજાર હોમગાર્ડની સેવા સમાપ્ત થઇ છે. 28 ઓગસ્ટને મુખ્ય સચિવની બેઠકમાં ડ્યૂટી સમાપ્ત કરવાનો નિર્ણય લેવાયો હતો.

(11:12 am IST)