Gujarati News

Gujarati News

News of Wednesday, 16th October 2019

વિશ્વમાં ત્રીજા ભાગના બાળકો દુબળા કે મેદસ્વીતાનો શિકાર બન્યા છેઃ યૂનિસેફ

યૂનિસેફના રિપોર્ટ અનુસાર ૭૦ કરોડ બાળકો કુપોષણથી પીડિત છે

પેરિસ, તા.૧૬: યૂનિસેફના તાજેતરના રિપોર્ટ અનુસાર વિશ્વમાં કુલ બાળકો પૈકી ત્રીજા ભાગના બાળકો કુપોષણના શિકાર છે. જેનું સૌથી વધુ પ્રમાણ દક્ષિણ એશિયાઈ અને આફ્રિકી દેશોમાં જોવા મળે છે.

વિશ્વમાં બાળકોની કુલ સંખ્યા પૈકી ત્રીજા ભાગના બાળકો એટલે કે ૭૦ કરોડ બાળકો કુપોષણનો શિકાર છે. આ બાળકો ભૂખ છે કે પછી 'મેદસ્વીતા'નો શિકાર છે.

યૂનિસેફ દ્વારા પ્રકાશિત કરાયેલી રિપોર્ટમાં 'વિશ્વમાં બાળકોની સ્થિતિ' અંગે ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. ૧૯૯૦ પછી ૨૦ વર્ષમાં પ્રથમવાર છે, જયારે યૂનિસેફની આ રિપોર્ટમાં બાળકોના પોષણ પર ધ્યાન આપવામાં આવ્યું છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગરીબ અને મધ્યમ આવક ધરાવતા દેશોના બાળકો પણ હવે એ બિમારીથી ત્રસ્ત છે, જે પહેલા ફકત અમીર કે ખૂબ ગરીબ દેશોમાં એ બિમારી હતી.

યૂનિસેફના અનુસાર આ બાળકોમાં અડધા બાળકો શ્નછુપાયેલાં ભૂખમરાલૃથી પીડિત છે. એનો અર્થ એ થયો કે આ બાળકોને જરુરી વિટામીન કે અન્ય પોષક તત્વોયુકત આહાર મળી રહ્યો નથી.

વિશ્વમાં લગભગ પાંચ કરોડ બાળકો ગરીબી અને આહારની અછતના કારણે દુર્બળતાનો શિકાર બન્યા છે.

(10:08 am IST)