Gujarati News

Gujarati News

News of Wednesday, 16th October 2019

દિલ્હીમાં સ્કીલ અને એન્ટરપ્રિન્યોરશિપ યુનિ,શરૂ થશે દરેક સ્ટૂડન્ટ્સને જોબની ગેરન્ટી: કેજરીવાલની મંજૂરી

યૂનિવર્સિટીમાં લગભગ 50000 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકશે

નવી દિલ્હી : મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી છે કે સ્કીલ અને એન્ટરપ્રિન્યોરશિપ વિશ્વવિદ્યાલય ખોલવાની તૈયારી કરાઇ રહી છે. જેમા અભ્યાસ કરનાર દરેક સ્ટૂડન્ટ્સને જોબ મળશે.

આ યૂનિવર્સિટી માટે બનાવવામાં આવેલી યોજનાને કેબિનેટથી મંજૂરી પણ મળી ચૂકી છે. અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે 'સરકાર ઉપ રાજ્યપાલની મંજૂરી લઇને વિધાનસભામાં તેના માટે બિલ લાવશે. મને આશા છે કે ઉપ રાજ્યપાલની મંજૂરી અને બિલને વિધાનસભામાં મંજૂરી મળવાના એક વર્ષની અંદર આ યુનિવર્સિટી શરૂ થઇ જશે.

આ યૂનિવર્સિટીમાં ઘણા અલગ-અલગ કોર્સિસ, અલગ-અલગ સમય સીમા માટે સંચાલિત કરવામાં આવશે.અહીં અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓને નોકરીની ગેરન્ટી મળશે.

  યૂનિવર્સિટીમાં લગભગ 50000 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકશે. સાથે જ અન્ય દેશો, ઉદ્યોગો, કંપનીઓની સાથે મળીને આપસી સહયોગનું આદાન-પ્રદાન કરવામાં આવશે.સમય સાથે બજારની બદલાતી જરૂરીયાતો અનુસાર અહીં કોર્સિસ પણ અપડેટ કરાશે.જો કોઇ કંપની કોઇ વિદ્યાર્થીને નોકરી માટે પસંદ કરે છે, તો તે વિદ્યાર્થીને કંપનીની જરૂરીયાત અનુસાર ટ્રેનિંગ આપવામાં આવશે.

(12:00 am IST)