Gujarati News

Gujarati News

News of Wednesday, 16th October 2019

પૂર્વ મુખ્યમંત્રી નારાયણ રાણે ભાજપમાં જોડાયા:એમએસપીનું ભાજપમાં વિલય

રાણેના મોટા પુત્ર અને પૂર્વ સાંસદ નિલેશ અને તેમના સમર્થકો એ પણ ભાજપનો ખેસ પહેર્યો

 

મુંબઈ : પૂર્વ મુખ્યમંત્રી નારાયણ રાણે  ભાજપમાં જોડાય ગયા છે. રાણે તેમના મહારાષ્ટ્ર સ્વાભિમાન પક્ષ (એમએસપી)ને શાસક પક્ષ ભાજપમાં ભળવી દીધો છે. રાણેનો કોંકણનો સિંધુદુર્ગ જિલ્લો છે. તેઓ છેલ્લા ઘણા મહિનાઓથી ભાજપમાં જોડાવા માટે 'પ્રતીક્ષા યાદી' પર હતા.

પ્રસંગે રાણેના મોટા પુત્ર અને પૂર્વ સાંસદ નિલેશ અને તેમના સમર્થકો પણ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા. રાણેના નાના પુત્ર અને કાંકાવલી બેઠકના સીટીંગ ધારાસભ્ય નિતેશ ભાજપની ટિકિટ પર ફરી નસીબ અજમાવી રહ્યા છે.

ફડણવીસે કહ્યું કે તે પોતે ભાજપના સભ્ય છે. રાણે ભાજપના સહયોગથી રાજ્યસભાના સભ્ય બન્યા હતા. રાણેને આક્રમક અને મહેનતુ નેતા ગણાવતાં મુખ્યમંત્રીએ કહ્યું કે, 'થોડા દિવસો પહેલા નીતેશ રાણે ભાજપમાં જોડાયા હતા. આજે નિલેશ પણ જોડાયો છે. રાણે સાહેબ ભાજપનાં ટેકા સાથે રાજ્યસભાના સભ્ય છે. તેઓ પહેલેથી ભાજપના સભ્ય છે. '

   અત્રે ઉલ્લેખનીય છે કે રાણે અને ફડણવીસે પોતપોતાના ભાષણોમાં શિવસેનાનું નામ લેવાનું ટાળ્યું હતું. ભાજપના સાથી હોવા છતા શિવસેનાએ કાંકાવલી બેઠક પરથી નીતેશની વિરુદ્ધ રાણેનો સંપૂર્ણ નજીકનો સાથીદાર ગણાતો ઉમેદવાર મેદાનમાં ઉતાર્યો છે.

   અત્રે ઉલેલ્ખનીય છે કે રાણે 1999 માં શિવસેના-ભાજપ સરકારમાં મુખ્ય પ્રધાન હતા, પરંતુ ઉદ્ધવ ઠાકરે સામે બળવો કર્યા બાદ તેમને પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા.ત્યારબાદ તેઓ કોંગ્રેસમાં જોડાયા અને કોંગ્રેસ-એનસીપી સરકારમાં મંત્રી બનાવવામાં આવ્યા હતા. મુખ્ય પ્રધાન બનવાની મહત્વાકાંક્ષાના કારણે તેઓ લાંબા સમય સુધી પાર્ટીમાં રહ્યા નહીં અને 2017 માં તેમણે કોંગ્રેસનો સાથ છોડી દીધી હતી. ત્યારબાદ તેમણે એમએસપીની રચના કરી અને ભાજપના નેતૃત્વમાં એનડીએનો ભાગ બન્યો હતા.

 રાણે કહ્યું, 'ફડણવીસ જે રીતે કામ કરે છે તેનાથી હું પ્રભાવિત છું.' હું ઝડપી વિકાસ સુનિશ્ચિત કરવા માટે ભાજપમાં જોડાઇ રહ્યો છું. હું મારી પોતાની રીતે પ્રક્રિયામાં ફાળો આપવા માંગું છું. '

(8:41 am IST)