Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

જમ્મૂ-કાશ્મીરમાં કલમ 370 હટાવવાના વિરોધમાં કરાયું પ્રદર્શન: ફારક અબ્દુલ્લાની બહેન અને દિકરીની ધરપકડ

બહેન સુરૈયા અને દિકરી સાફિયાને CRPFની મહિલા બટાલિયને ધરપકડ કરી

 

નવી દિલ્હી : નેશનલ કોન્ફરન્સના નેતા ફારૂક અબ્દુલ્લાની બહેન સુરૈયા અને દિકરી સાફિયાની ધરપકડ કરાઈ છે કલમ 370 હટાવવાના લઇને કરવામાં આવેલી રહેલા વિરોધ પ્રદર્શન દરમિયાન તેમની ધરપકડ કરવામાં આવી.હતી

ઘાટીમાં મંગળવારે પહેલી વાર કલમ 370 હટાવ્યા બાદ મહિલાઓ દ્વારા વિરોધ પ્રદર્શન જોવા મળ્યું છે. દરમિયાન પ્રદર્શન કરી રહેલ નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ તેમજ પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાની બહેન સુરૈયા અને દિકરી સાફિયાને CRPFની મહિલા બટાલિયને ધરપકડ કરી છે. જો કે વિરોધ પ્રદર્શન કોઇ સંગઠન કે પાર્ટીના નેતૃત્વમાં કરવામાં આવ્યું હતું તે અંગે કોઇ સત્તાવાર જાણકારી મળી નથી.

(12:54 am IST)