Gujarati News

Gujarati News

News of Wednesday, 16th October 2019

રાજસ્થાન સરહદે ૫ એરબેઝ હાઈ-રિસ્ક ઝોનમાં સામેલ

ઈન્ટિગ્રેટેડ પરમિટર સિકયુરિટી સિસ્ટમ્સ લગાવવામાં આવશે

નવી દિલ્હી : પઠાણકોટ આતંકી હુમલા બાદ વાયુસેનાએ પોતાના એરબેઝની સુરક્ષિત કરવા માટે મોટો નિર્ણય લેવા જઈ રહી છે. રાજસ્થાનમાં પાકિસ્તાન બોર્ડરની આસપાસના ૫ એરબેઝને હાઈરિસ્ક ઝોનમાં સામેલ કરવામાં આવ્યા છે.

ઉત્તરલાઈ, જેસલમેર, નાલ, સૂરતગઢનું ફોરવર્ડ તથા જોધપુરનું પ્રીમિયર અને બેકઅપ એરબેઝની સુરક્ષા પણ પઠાણકોટ એરબેઝની જેમ અભેદ કરાશે. અહીં ઈન્ટિગ્રેટેડ પરમિટર સિકયુરિટી સિસ્ટમ લગાવવામાં આવશે.

જેથી ઠેર ઠેર મલ્ટિ લેયર્ડ સિકયુરિટી હશે. ભારત ઈલેકટ્રોનિક લિમિટેડે પઠાણકોટમાં પાયલોટ પ્રોજેકટ હેઠળ સિસ્ટમ તૈયાર કરી છે. ડિસેમ્બર સુધીમાં તે શરૂ થઈ શકે છે. બાદમાં દેશના અન્ય ૨૩ એરબેઝને પણ આ સિસ્ટમથી સુરક્ષિત કરાશે.

(11:31 am IST)